National

મમતા ટિકૈતની મુલાકાત: મમતાએ ખેડૂત આંદોલનને સમર્થન આપતા કહ્યું, કેન્દ્ર ત્રણેય કાયદાઓ પાછા લે

કોલકત્તા: ભારતીય કિસાન સંઘના નેતા (Farmer Leader) રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) સાથે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલનને વધુ તીવ્ર બનાવવા અને સરકારને ઘેરવા વ્યૂહરચના પર ચર્ચા કરી હતી. બેઠક પૂર્વે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે મીડિયાને જણાવ્યું હતું કે આજે તેઓ બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળશે. આ દરમિયાન તેમની વાત કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને સ્થાનિક ખેડુતોના મુદ્દા પર રહેશે. દરમ્યાન ટિકૈતે કહ્યું કે બંગાળ સરકારે રાજ્યના ખેડૂતો સાથે નિયમિત વાત કરવી જોઈએ. યુપીમાં ખેડુતોની દર મહિને જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથેની બેઠકનો ઉલ્લેખ કરતા ટિકૈતે કહ્યું કે આ નીતિ દેશભરમાં લાગુ થવી જોઈએ.

મમતાએ ખેડુતોના આંદોલનને સમર્થન આપવાની ખાતરી આપી
ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈતે મમતા બેનર્જી સાથે બેઠક બાદ કહ્યું કે મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી છે કે તે ખેડૂત આંદોલનને ટેકો આપશે. આ ખાતરી માટે અમે તેમનો આભાર માનીએ છીએ. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં એક મોડેલ રાજ્ય તરીકે કામ કરવું જોઈએ અને ખેડૂતોને વધુ લાભ આપવો જોઈએ.

મમતાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું
ખેડૂતો સાથેની બેઠક બાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ઉદ્યોગો મુશ્કેલીમાં છે અને દવાઓ પર જીએસટી લાદવામાં આવી રહ્યો છે. છેલ્લા 7 મહિનાથી કેન્દ્ર સરકારે પણ ખેડૂતો સાથે વાત કરવાની તસ્દી લીધી નથી. હું માગણી કરું છું કે ખેડૂત વિરોધી ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ.

આ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યુ કે, કેન્દ્ર સરકાર કિસાનો સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કિસાન નેતાઓને કૃષિ બિલ પર પોતાની ચિંતાઓને તર્કની સાથે રાખવાનું કહ્યું છે. બીજી તરફ રાકેશ ટિકૈતે કહ્યુ કે, જો કેન્દ્ર સરકાર અમારી સાથે વાત કરવા ઈચ્છે છે તો અમે તેમની સાથે વાત કરવા તૈયાર છીએ. તેમણે આાગમી યૂપી ચૂંટણીને લઈને કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવવના છીએ કારણ કે નવા કૃષિ કાયદા કાળા કાયદા છે. તેને ખતમ કરવા માટે અને કેન્દ્ર પર દબાવ બનાવીશું. 

Most Popular

To Top