Top News

ગાંધી નિર્વાણ દિન પર અમેરિકાના આ રાજ્યમાં મહાત્મા ગાંધીના પૂતળાને તોડી પાડવામાં આવ્યું

કેલિફોર્નિયા (California): રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથી (death anniversary) છે. મહાત્મા ગાંધી- મોહનદાસ કરમચંદ ગાંધી (Mahatma Gandhi) એક એવી પ્રતિભા છે, જેમનું ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઘણું માન છે. ગાંધીએ ફક્ત ભારતને જ આઝાદી નહોતી અપાવી. તેમણે આખા વિશ્વને સદીઓ સુધી યાદ રહે એવો અહિંસાનો પાઠ ભણાવ્યો છે. મહાત્મા ગાંધી વિશ્વ પ્રસિદ્ધ હસ્તી છે. આજે જ્યારે આપણે બાપુની 73મી પુણ્યતિથિ ઉજવી રહ્યા છે, ત્યારે અમેરિકાથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે.

અમેરિકાના કેલિફોર્નિયા (California) રાજ્યના એક પાર્કમાં કેટલાક અજાણ્યા લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરી છે. આ ઘટનાથી અમેરિકામાં વસતા ભારતીય અમેરિકનોમાં ભારે રોષ છે. બાપુના અપમાનથી રોષે ભરાયેલા ભારતીય સમુદાયે માંગ કરી છે કે વહીવટ તેને નફરતનો ગુનો ગણે અને આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરે. ઉત્તરીય કેલિફોર્નિયાના ડેવિસ સિટીના (Davis City councilman Lucas Frerichs) એક પાર્કમાં મહાત્મા ગાંધીની છ ફૂટ ઊંચી અને 294 કિલો કાંસ્યની પ્રતિમા સ્થાપિત છે. તોફાનીઓએ ગાંધીની પ્રતિમાની તોડફોડ કરી છે. મૂર્તિનો ચહેરો ગંભીર રીતે તૂટી ગયો છે અને પ્રતિમાને પગથી નીચે તરફ તોડી નાખવામાં આવી છે.

પોલીસે જણાવ્યુ કે 27 જાન્યુઆરીના પ્રારંભમાં કલાકોમાં એક પાર્ક કાર્યકરને મહાત્મા ગાંધીની તૂટેલી પ્રતિમા મળી છે. ડેવિસ સિટીના કાઉન્સિલર લુકાસ ફ્રીરીચે જણાવ્યું હતું કે હાલના સમયે, પ્રતિમાને હટાવવામાં આવી રહી છે અને જ્યાં સુધી તેની તપાસ ન થાય ત્યાં સુધી તેને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવશે. તપાસકર્તાઓને હજી સુધી ખબર નથી કે આ મૂર્તિની તોડફોડ ક્યારે કરવામાં આવી હતી અને તે કરનારા ત્રાસવાદીઓનો આવુ કૃત્યા કરવા પાછળ શું હેતુ હતો.

આ પહેલીવાર નથી જ્યારે મહાત્મા ગાંધીની અમેરિકામાં પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2020 માં “ખલિસ્તાની-સમર્થકો” એ ભારતીય દૂતાવાસની સામે વૉશિંગ્ટન ડીસીમાં મહાત્મા ગાંધીના પૂતળા સાથે ચેડ-ચાળા કર્યા હતા. જણાવી દઇએ કે આ ઘટનાને ખલિસ્તાની સમર્થકોએ બિરદાવી દીધી છે. કેટલાક ભારતીય મૂળના અમેરિકનોએ કહ્યુ છે કે ઘણા ભારત વિરોધી અને હિન્દુફોબિક કટ્ટરપંથી સંગઠનો જેમ કે ઓએફએમઆઈ (Organisation for Minorities in India – OFMI) અને અન્ય ખાલિસ્તાની અલગાવવાદીઓ દ્વારા અમેરિકામાં ઘણાં વર્ષોથી નફરતનું વાતાવરણ બનાવવામાં આવ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top