National

સર્વપક્ષીય મીટિંગમાં પીએમ મોદી કહ્યું ખેડૂત અને મારા વચ્ચે ફક્ત એક જ કોલનું અંતર

સંસદમાં બજેટ સત્ર અંગે સર્વપક્ષીય બેઠક (the All party meeting) દરમિયાન પીએમ મોદી (PM MODI)એ ખેડૂત આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. જો સૂત્રોની વાત માનીએ તો પીએમ મોદીએ પાર્ટીના તમામ નેતાઓને કહ્યું કે ખેડૂત (FARMERS) અને સરકાર વચ્ચે સંવાદનો માર્ગ હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું કે હું નરેન્દ્ર તોમરની વાતને પુનરાવર્તિત કરવા માંગુ છું. ભલે સરકાર અને ખેડુતોની સહમતિ થઈ નથી, પરંતુ અમે ખેડૂતો સમક્ષ વિકલ્પો (OPTIONS) રાખી રહ્યા છીએ. તેઓએ તેની ચર્ચા કરવી જોઈએ. ખેડુતો અને મારી વચ્ચેનું અંતર માત્ર એક જ કોલનું છે.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે અને આ ચર્ચામાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તમામ પક્ષોને બોલવાની તક મળશે.પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર દ્વારા , ખેડુતોને આપવામાં આવેલી ઓફર હજી બાકી છે. સરકાર હંમેશાં ખેડૂતો સાથે વાત (DEBATES) કરવા તૈયાર છે.

ઓલ પાર્ટીની બેઠક વિશે માહિતી આપતાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજે સર્વપક્ષીય બેઠકમાં 18 પક્ષોએ ભાગ લીધો હતો અને ખેડુતો અને કૃષિ કાયદા પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન નાના પક્ષોને વધુ સમય આપવાની સંમતિ આપવામાં આવી છે, પરંતુ મોટી પાર્ટીઓને ચર્ચાને ખલેલ ન પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.” આ બેઠકમાં બજેટ સત્ર સરળતાથી ચાલ્યું હતું અને રાષ્ટ્રપતિના સંબોધન પરની ચર્ચામાં તમામ વિપક્ષી પાર્ટીઓની ભાગીદારીના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

સરકાર વતી, તમામ વિરોધી પક્ષોને ખાતરી આપવામાં આવી છે કે સરકાર કૃષિ સંબંધિત કાયદા સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. અગાઉ, બજેટ સત્રના પહેલા દિવસે, 20 વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો, તેથી સરકાર બજેટ સત્રમાં હાલાકી પેદા નહીં કરવાનો પ્રયાસ કરી રહી છે.

વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલા જ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના સંબોધન પહેલા વિપક્ષના નેતાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ કૃષિ કાયદા પાછા ખેંચવા મામલે સંસદ સંકુલની અંદર મહાત્મા ગાંધીની પ્રતિમા પર ધરણા વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદોનું નેતૃત્વ કર્યું હતું.

આ અગાઉ કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિના સંબોધનના બહિષ્કાર અંગે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર તેમનું અપમાન નથી. અમે ખેડૂતોની સાથે ઉભા છીએ અને કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છીએ. રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરવાનું આ સૌથી મોટું કારણ છે. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાઓ સામેના વિરોધને ધ્યાનમાં રાખીને, બજેટ સત્ર અસભ્ય હોવાની સ્પષ્ટ સંભાવના છે. ખેડૂત આંદોલન, ભારત-ચીન મુદ્દો, દેશની ઘટતી અર્થવ્યવસ્થા અને વોટ્સએપ ચેટ્સ લીક ​​મામલે વિપક્ષી પાર્ટીઓ મોદી સરકારને ગૃહમાં ઘેરી લેવાની તૈયારી કરી રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top