National

ઠાકરે પરિવારે મુખ્યમંત્રી નિવાસ ખાલી કર્યું, રાતોરાત માતોશ્રીમાં શિફ્ટ થયા

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના યુદ્ધને કારણે રાજકારણમાં (Politics) ઉથલપુથલ મચી ગઈ છે. ધારાસભ્યોની ખેંચતાણ, એર લિફ્ટ કરવા અને બહુમતનો સિલિસલો સોમવારથી (Monday) શરૂ થયો હતો. જે બુધવારે ચરમસીમાએ પહોંચ્યો હતો. દરમ્યાન રાજકીય શતરંજના નિષ્ણાત શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે મંત્રણા કરી હતી. તેઓએ પોતાનો વિચાર રજૂ કરતા જણાવ્યું હતું કે જો આ સમયે ઉભી થયેલી રાજકીય કટોકટીનો નિવેડો લાવવો હોય તો સીએમનું પદ એકનાથ શિંદેને સોંપી દેવું જોઈએ. તો બીજી તરફ એકનાથ શિંદેએ કહ્યું કે પાર્ટી અને શિવસૈનિકોનાં અસ્તિત્વ માટે આ અસ્વાભાવિક ગઠબંધનમાંથી બહાર નિકળવાનું જરૂરી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હાલ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકાર છે.

આજરોજની બેઠક પછી ઉદ્ધવ ઠાકરેની ઓફિસ એટલે કે CM હાઉસ વર્ષા ખાલી કરવા લાગ્યા છે. ઉદ્ધવ પણ પરિવાર સહિત ત્યાંથી નિવાસસ્થાન માતોશ્રી જવા નીકળી ગયા છે. આ પછી કર્મચારી તેમના ઘરનો સામાન કાઢવા લાગ્યા. ઉદ્ધવના સમર્થનમાં માતોશ્રીની બહારે સેંકડો શિવસૈનિક એકઠાં થયા છે. જયારે બીજી તરફ એકનાથ શિંદે આક્રમક વલણમાં જ છે.

ઉદ્ધવના ફેસબુક લાઈવ બાદ શિંદેએ ટ્વીટ કરી આપ્યો આ જવાબ
અઘાડી સરકારના ગઠબંધન જ મેળ વગરનું છે. આ ગઠબંધનથી શિવસેના નબળું પડી રહ્યું છે. તેનાથી બહાર આવવું જરૂરી છે, કેમકે તેનાથી કોંગ્રેસ અને NCP મજબૂત બને છે. આપણે મહારાષ્ટ્રના હિતમાં નિર્ણય લેવાનો છે. આ સાથે જાણકારી મળી આવી છે કે એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર આવવાના ઉદ્ધવ ઠાકરેના આવકારને ઠુકરાવી દીધો છે. આ ઉપરાંત શિંદેએ ટ્વિટ કરીને પોતાની વાત રજૂ કરી છે. તેઓએ જણાવ્યું છે કે છેલ્લા અઢી વર્ષમાં એમવીએ સરકારના કારણે શિવસૈનિકોને ભારે નુકસાન થયું છે, શિવસૈનિકની ઉચાપત કરવામાં આવી રહી છે, પક્ષ અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે આ લડાઈમાંથી બહાર આવવું જરૂરી છે, કેમકે તેનાથી કોંગ્રેસ અને NCP પક્ષ મજબૂત બની રહ્યો છે. આપણે મહારાષ્ટ્રના હિતમાં નિર્ણય લેવાનો છે.

સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે કે ભાજપ પોતાની મહોર મારવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે. રાજકારણની આ ચેસમાં કોણ ચેક એન્ડ મેટ કરી બાજી મારી જશે તે જોવું રહ્યું, કારણ હાલની પરિસ્થિતીની ઘ્યાનમાં રાખતા મહારાષ્ટ્રની રાજનીતિમાં ગમે ત્યારે બાજી પલ્ટી શકે તેમ છે. એકનાથ શિંદે તેમજ તેઓની સાથે રહેલા ઘારાસભ્યોની મહારાષ્ટ્રથી સુરત અને ત્યાર પછી ગુવાહાંટીની સફર વચ્ચેના સમયમાં મહારાષ્ટ્રમાં ઘણી હલચલ મચી ઉઠી છે.

ફેસબુક લાઈવ કરી ઉદ્ધવ ઠાકરેએ જણવ્યું હતું કે કે મને ખુરશીનો કોઈ મોહ નથી. ધારાસભ્યોને જે પણ કહેવું હોય તે મારી સામે આવીને કહે. તેઓ કહેશે તો હું ખુરશી છોડવા તૈયાર છું. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ બધા ધારાસભ્યોને સાંજે 5 વાગ્યે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. એનસીપીના વડા શરદ પવાર, સુપ્રિયા સુલે અને જિતેન્દ્ર આવ્હાડ મુંબઈમાં સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ સાથે સૂચના આપવામાં આવી હતી કે જો કોઈ ધારાસભ્ય નહીં પહોંચે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. બેઠકની 50 મિનિટ અગાઉ એકનાથ શિંદેએ પાર્ટી વ્હિપને ગેરકાયદે રીતે વ્હિપ સુનીલ પ્રભુને હટાવવાની જાહેરાત કરી દેતાની સાથે જ ભરત ગોગાવલેને આ પદ પર નિયુક્ત કરી દીધા હતાં. એકનાથ શિંદેનો દાવો છે કે તેમની પાસે 46 ધારાસભ્યોનો સપોર્ટ છે.

Most Popular

To Top