National

શું પ્રભાકરન જીવિત છે? LTTEએ કરેલા ચોંકાવનારા ખુલાસામાં કેટલું તથ્ય છે

નવી દિલ્હી : લિબ્રેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE)ના પ્રમૂખ વેલ્લુપિલ્લઈએ સોમવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. વર્લ્ડ તમિલ ફેડરેશનમાં અઘ્યક્ષ પઝા નેદુંમારને કહ્યું હતું કે મને આ વતા જતાવતા ખુશી થઇ રહી છે કે અમારા તમિલ રાષ્ટ્રીય નેતા (Tamil National Leader) પ્રભાકરન (Prabhakaran) જીવિત છે અને સુરક્ષિત પણ છે. વધુમાં આ વાતનો ખુલાસો કરતા કહ્યું હતું કે આ હકીકત જલ્દીથી લોકોની સામે આવશે. અને હવે સમય આવશે ત્યારે તેઓ દુનિયાની સામે પણ આવશે. હાલતો આ ખુલાસો કયા આધારે કરવામાં આવ્યો છે તે એક કોયડો જ બનીને રહી ગયો છે. જોકે હાલતો આ વાતમાં શું તથ્ય છે તે પણ જાણવા માટે પણ લોકોની આતુરતા વધી ગઈ હોઈ ટવેલું જાણવા મળ્યું છે.

  • લિબ્રેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE)ના પ્રમૂખનો ચોંકાવનારો ખુલાસો
  • તમિલ ફેડરેશનમાં અઘ્યક્ષ પઝા નેદુંમારને કહ્યું કે રાષ્ટ્રીય નેતા પ્રભાકરન જીવિત છે
  • આ હકીકત સમય આવશે ત્યારે તેઓ દુનિયાની સામે પણ આવશે તેવું કહ્યું હતું

પ્રભાકરન જલ્દી થી દુનિયાની સામે આવીને તમની યોજનાઓ ઘોષિત કરશે

નેદુમારને કહ્યું હતું કે હું આ વાતને લઇને ખાતરી આપી રહ્યો છું કે અમારા રાષ્ટ્રીય નેતા પ્રભાકરન જીવિત હોવાની વાતથી હવે બીજી અનેક અટકળો ઉપર હવે બ્રેક લાગી જશે. વધુમાં નેદુંમારને એવું પણ કહી દીધું હતું કે તેઓ હવે જલ્દીથી તમિલ જાતિની મુક્તિ માટે તેમના દ્વારા બનાવવામાં આવેલી અનેક યોજનાઓની પણ ઘોષણા કરશે. આને આ વાત જયારે સામે આવી જ ગઈ છે તો દુનિયાના બધા જ તમિલોએ સાથે મળીને તેમને સમર્થન પણ આપવું જોઈએ.

વર્ષ 2009માં પ્રભાકરનને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો
શ્રીલકાની સેનાએ પ્રભાકરનને વર્ષ 2009માં ગોળીએ દઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 21 મેં 2009ના દિવસે આ સમાચાર સામે આવતા આખી દુનિયામાં ખલબલી મચી ગઈ હતી. લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઈ યા લિટ્ટે )ની સંસ્થાપક વેલુપિલ્લઈની સેનાએ એક અભિયાન હાથ ધરીને પ્રભાકરનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને આ ઘટનાની સાથે જ શ્રીલંકાના જાફના વિસ્તારમાં લિટ્ટેના આતકથી પણ આઝાદી મળી ગઈ હતી. પ્રભાકરનની મોત બાદ લિટ્ટેએ હાર માનીને તેમની બંદુકોને પણ શાંત કરવાની ઘોષણા કરી દીધી હતી.

Most Popular

To Top