Gujarat

લોકસભાની 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાની છે : સી.આર.પાટીલ

ગાંધીનગર :રાજયમાં આગામી લોકસભાની ચૂંટણીમાં (Loksabha Election) 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાની છે, તેના માટે ભાજપના (BJP) બધાંજ કાર્યકરો હવે કામે લાગી જાય તેવી હાકલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે (CRPatil) કરી હતી. પાટીલે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર ચૂંટણી લડતા આપણા તમામ વિરોધી ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ જવી જોઇએ તે પ્રકારની રણનીતિ ઉપર કામ કરવાનું છે.

આજે કમલમ ખાતે ભાજપના પ્રદેશની મીડિયા ટીમની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં સંબોધન કરતાં પાટીલે વધુમાં કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભજપના પ્રદેશ મીડિયાના કાર્યકરોની કામગીરી પ્રશંસની રહી છે, જેના પગલે હાલમાં કર્ણાટકની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગુજરાત ભાજપની પેટર્ન પર ત્યાં મીડિયા ટીમ કામગીરી રહી છે.
પાટીલે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમા ઈલેક્ટ્રોનિક મીડિયા તથા સોશયલ મીડિયાનું મહત્વ વધારે છે. ત્યારે કાર્યકરોએ પણ સાંપ્રત પ્રવાહોથી વાકેફ રહીને પક્ષના વિચારો રજૂ કરવા જોઈએ. ઓછામાં ઓછા શબ્દોથી સચોટ રજુઆત કરવી જોઈએ. ભાજપના રાષ્ટ્રીય પ્રવકત્તા પ્રેમ કુમાર શુકલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે પણ પ્રાસંગિક સંબોધન કર્યુ હતું.

Most Popular

To Top