હવેલીમાં ગેરકાયદેસર કાચબા પણ રાખવામાં આવ્યા હોવાનો કાર્યકરનો દાવો, વન વિભાગે તપાસ શરૂ કરી વડોદરા:વડોદરામાં માંડવી વિસ્તારમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીના કલ્યાણ રાયજી મંદિર...
મૂળ બોરસદના યુવકની છ મહિના પહેલા જ સગાઈ થઇ હતી મૂળ બોરસદનો યુવક વડોદરા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે ફરજ...
માર્કશીટ માટે પરીક્ષાર્થીઓને એક દિવસની રાહ જોવી પડશે ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા પત્ર જારી...
વડોદરા શહેરમાં માથાભારે તત્વોએ આતંક મચાવ્યો. કરોળિયા રોડ સાંઈનાથ સોસાયટી નજીક માથાભારે તત્વો દ્વારા એક દુકાનદારને ડંડાના ઘા ઝીંકી માર મારવામાં આવ્યો....
ગાંધીનગર: છેલ્લાં એક અઠવાડિયાથી આખાય રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને ક્યારનો વટાવી ચૂક્યો છે. હવે તો ચામડી...
નવી દિલ્હી: ભારતીયોના દેખાવ સાથે જોડાયેલા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે ભરાયા છે. પિત્રોડાના નિવેદનને...
સુરત: કાળ ક્યારે કોનો ભોગ લઈ લે તે કોઈ કહી શકે તેમ નથી. આવી જ એક ઘટના સુરતના પુણા પાટિયા વિસ્તારમાં બની...
સુરત: થોડા સમય પહેલાં શહેરના લાલગેટ વિસ્તારમાંથી પકડાયેલા 1 કરોડની કિંમતના 1 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં સુરત એસઓજી પોલીસે મુંબઈ જઈ વેશપલટો...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આગામી T20 વર્લ્ડ કપ 2024માં (T20 World Cup 2024) નવી ડીઝાઇનની જર્સી (Jersey) પહેરશે....
ડભોઇ ની યુવતી કરનાળી કુબેર ભંડારી મંદિરે દર્શન કરી મિત્રો સાથે સ્કોર્પિયો કાર માં ડભોઇ પરત આવી રહી હોય તે અરસામાં ડભોઇ...
નવી દિલ્હી: આબકારી દારૂ નીતિ કૌભાંડ (Excise liquor policy scam) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ...
વડોદરા: જાન્યુઆરી માસમાં ઘટેલી ગોઝારી ઘટનામાં 14 નિર્દોષોના જીવ હોમાયા હતા. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધીને આ ઘટના પાછળ જવાબદાર એવા 20 આરોપીઓની...
સુરત: કોવિશિલ્ડ વેક્સીન (Covishield vaccine) બનાવનાર બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) વિશ્વભરમાંથી તેમની રસીનો સ્ટોક પાછો ખેંચી લીધો છે. કોરોના વાયરસથી રક્ષણ...
માંડવી સબ ડિવિઝનમાં આવતા હરણી સહિતના વિસ્તારોના લોકો ગરમીથી ત્રાહિમામ કલાકો બાદ વીજ પુરવઠો કાર્યરત થતા લોકોએ રાહત અનુભવી ( પ્રતિનિધિ )...
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં (Delhi Liquor Policy Case) CBI અને ED બંનેના કેસમાં દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ...
ચોમાસા પહેલા ટ્રી કટિંગ કામગીરી શરૂ કરાઇ વડોદરા પાલિકાના ત્રણ હજારથી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હતા. ચૂંટણી બાદ પાલિકા એકશન...
કોઝિકોડ: અમેરિકામાં કોરોનાના ફ્લર્ટ વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે વિશ્વભરમાં ફરી કોવિડનો ખતરો મંડરાઈ રહ્યો છે. દરમિયાન ભારતના કેરળમાં...
નવી દિલ્હી: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ઈન્હેરિટન્સ ટેક્સ (વારસાગત કર) બાદ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પિત્રોડાનો એક વીડિયો...
નવી દીલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) ચોથા તબક્કા માટે પીએમ મોદી (PM Modi) હાલ તોફાની પ્રચાર કરી રહ્યા છે....
હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો જમીન પર ચક્કર ખાઇ ઢળી પડતા હોય છે ત્યારે જો આટલી ઉંચાઇથી કોઇને ગરમીમાં ચક્કર આવે...
ગાંધીનગર: ગઈકાલે તા. 7 મે ને મંગળવારે રોજ લોકસભા 2024ની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના 11...
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા 65 વર્ષીય મહિલાના ગળામાંથી બાઇક સવાર બે ગઠીયા સોનાનું મંગળસૂત્ર તોડીને...
સુરત: કોસાડ આવાસ ખાતે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પિતા-પુત્રો ઉપર ઝઘડાની અદાવત રાખી બે ભાઈઓ અને તેમના પિતાએ હુમલો કર્યો હતો....
નવી દિલ્હી: છેલ્લા 12 કલાકમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની (Air India Express) 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ રદ થવાના...
નવી દિલ્હી: બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) દ્વારા બનાવવામાં આવેલ કોરોના વાયરસની રસીના વિશે થોડા સમય પહેલા મોટો ખુલાસો થયો હતો. આ...
૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે સતત ત્રીજી વાર આ સિદ્ધિ હાંસલ કરીને...
આજે એક કલમથી બે વાતો. ભારતીય લોકસભા ૨૦૨૪ ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સાત દાયકા ગોકળગાય ગતિએ વિતાવ્યા બાદ અંતિમ એક દાયકામાં...
એપ્રિલ માસ પૂર્ણ થવાની સાથે મે માસમાં ગરમીમાં થઇ રહેલ સતત વધારો અને વેકેશન લંબાવવાના સમાચાર! ઇલેકશનને કારણે જો શૈક્ષણિક વેકેશનમાં ફેરફાર...
કોઈ વ્યક્તિ કે ચીજ-વસ્તુનો સારો કે માઠો પ્રભાવ કે છાપ પડે તે અસર થઈ. એક માનવી બીજાને ખુશ કરવા કે સારું લગાડવા,...
અતિ ગરીબ, લોકોનાં ઘરકામ કરીને જીવન ગુજારતી સ્ત્રીઓની સંખ્યા આપણા સમાજમાં ઓછી નથી, પરંતુ લોકોનાં ઘરકામ કરવા સાથે પોતાનું ભણતર ચાલુ રાખી...
સ્થાનિકો દ્વારા વડોદરા ફાયરબ્રિગેડ ને કોલ કરતા ફાયરબ્રિગેડમાથી બીજાને ખો આપવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ..
ગેસનું પ્રેશર ખૂબ વધુ થતા જો કોઇ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ?
લોકોની જાનમાલની જવાબદારીની ગંભીરતા સમજવા ને બદલે ફાયરબ્રિગેડ અને જવાબદાર તંત્ર એકબીજા પર ખો આપી લોકોને રામ ભરોસે મૂકે છે?
શહેરના રાજમહેલ રોડ પર આવેલા કિર્તી સ્તંભ નજીક ડો.મુન્સીના બંગલા પાસે ગત રાતથી ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લિકેજની ઘટનાં બની હતી જે આજે સવાર સુધી યથાવત જોવા મળી છે ગેસનું પ્રેશર પણ ખૂબ વધુ છે સ્થાનિકોમાં આ ઘટનાને પગલે દહેશત જોવા મળી છે ત્યારે સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકા ના ફાયરબ્રિગેડ કચેરીમાં ફોન કરતાં ફાયરબ્રિગેડ કચેરીથી ગાજરાવાડી ફોન કરવા જણાવાયું હતું જેથી ગાજરાવાડી ફાયર સ્ટેશને ફોન કરતાં ત્યાંથી ગેસ કંપનીમાં ફોન કરવા જણાવી એકબીજાને તંત્ર દ્વારા ખો આપવામાં આવી હતી જેના કારણે સ્થાનિકોમાં તંત્રની લાપરવાહી અને નીતિ સામે આક્રોશ જોવા મળ્યો હતો.સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો કોઇ હોનારત બને તો તેના માટે જવાબદાર કોણ? એક તરફ લોકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી અને બીજી તરફ લોકોના જાનમાલની રક્ષા ની જવાબદારી અંગેની ગંભીરતા દાખવવાને બદલે તંત્ર એકબીજા પર ખો આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર સ્માર્ટ સિટી બની ગયું છે જેમાં હવે ઠેરઠેર ગેસલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પરંતુ તેની સાથે સાથે તંત્ર જવાબદારીઓ નક્કી કરવામાં સંકલન નથી સાધી શક્યું તે દેખાઇ રહ્યું છે.શહેરમા સુવિધાઓ તો વધી છે પરંતુ તેની જવાબદારી, લોકોના સુરક્ષની જવાદારી હજું સુધી નક્કી કરવામાં નથી આવી.
વડોદરા પણ એક રીતે જીવતા બોંબ પર બેઠું છે કારણ કે આસપાસ રિફાઇનરી, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ગેસની લાઇનો ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન તંત્રે નાગરિકોના જાન માલના રક્ષણ માટે ની નીતિ સુનિશ્ચિત કરવાની તાતી જરૂર છે