પૂર્વ વિસ્તારમાં જળસંકટ: MGVCL એ બાપોદ ટાંકીનો પાવર કાપ્યો; SCADA અને પાલિકાના સંકલનનો અભાવ, વૈકુંઠ રેસિડેન્સીના રહીશોને હાલાકી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં...
લગ્ન નોંધણીના કૌભાંડમાં વિવાદમાં આવેલા કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા ગોધરા:;પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું અંતરિયાળ કણજીપાણી ગામ હાલ...
શુક્રવારે હૈદરાબાદ હાઉસ ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની શિખર બેઠક દરમિયાન સંરક્ષણ, વેપાર, સહયોગ અને ઊર્જા...
સરકાર હવે સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર વધારાનો કર લાદશે. વધારાના કરમાંથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવામાં આવશે....
પ્રતિનિધી ગોધરા તા.5 સોશિયલ મીડિયા પર શેર કર્યો ગાય દોહતો વીડિયો પંચમહાલ જિલ્લા પોલીસ વડા (SP) ડૉ.હરેશ દુધાત ગુનેગારો સામે પોતાની કડક...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત વચ્ચે અમેરિકાએ તેની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના જાહેર કરી છે. આ વ્યૂહરચના ભારત સાથે સંબંધો મજબૂત બનાવવા...
શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મલ્લિકાર્જુન ખડગે કે રાહુલ ગાંધી બંનેને...
ઇન્ડિગોએ મુસાફરોને નોંધપાત્ર રાહત આપી છે. તેણે તેમના પૈસા પરત કરવાનું વચન આપ્યું છે. એરલાઇને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેમાં...
ઈજાગ્રસ્ત યુવાનને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ઓપરેશન પછી 15 દિવસ સુધી સારવાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરાયો:સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું* *અકસ્માત...
રિક્ષામાં મોટું નુકસાન,ચાલક ઈજાગ્રસ્ત વિસ્તારના લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી ( પ્રતિનિધિ )વડોદરા,તા.5 વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો...
કાલોલ : કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામના દિવ્યરાજસિંહ ગણપતસિંહ સોલંકી આર્મી ટ્રેનીંગ પુરી કરી પોતાના વતનમાં આવતા કાલોલ બસ સ્ટેન્ડથી ભવ્ય સ્વાગત...
( પ્રતિનિધિ )વડોદરા,તા.5 કમલાનગર તળાવ નજીક આવેલા જાગતા હનુમાન ચાર રસ્તા પાસે છેલ્લા 15 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. લાંબા સમયથી...
પીએમ મોદીએ ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાને ધ્રુવ તારા જેવી અડગ ગણાવી છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ દાયકામાં વિશ્વએ ઘણા ઉતાર-ચઢાવ...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ દરમિયાન આજે પીએમ નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રશિયન નાગરિકોને હવે...
ચલાવતા ન આવડતું હોવા છતાં યુવકે ચાવી નાખી સ્ટાર્ટર માર્યુંને સ્ટેરીંગ કંટ્રોલ ન થતા ટેમ્પો શ્રમજીવી પરિવાર પર ચડાવી દીધો, ગંભીર રીતે...
છેલ્લા બે દિવસથી ચાલી રહેલી ઇન્ડિગો કટોકટીનો અંત નજીક છે. DGCA દ્વારા પોતાનો રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો છે. રામ મોહન નાયડુએ...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. તેઓ ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી મોદીએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું....
છેલ્લાં ચાર દિવસથી ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઈટ્સ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરો અટવાયા છે. આજે સતત ચોથા દિવસે દેશના વિવિધ એરપોર્ટ...
ભરૂચ વિસ્તારમાં હાઈસ્પીડમાં જતી કારે રાહદારીને ટક્કર મારી,ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો CCTV ફૂટેજમાં કાર ચાલકે રોંગ સાઈડ જઈને રાહદારીને અડફેટે લીધો....
સુરત: શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રિંગ રોડ બ્રિજ પર તંત્ર દ્વારા કરવામાં આવેલા તાજેતરના કામને કારણે સુરતીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કૃષિ...
સુરત: શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્ત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે...
સુરત: સુરત જિલ્લા વકીલ મંડળની 2026 ના વર્ષની પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી (મહિલા પ્રતિનિધિ) તથા 11 કારોબારી સભ્યોની ચૂંટણીનું...
સુરતઃ મહિધરપુરાના જાણીતા યાર્ન ડીલર અને સાંસદના પુત્રને ઓળખીતા વેપારીનો રેફરન્સ આપી 15થી 30 દિવસની ઉધારીમાં દામોડિયા દંપતીએ 55.13 લાખનું યાર્ન ઉધારીમાં...
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં બે દિવસની ભારત મુલાકાતે છે. તેમની મુલાકાતનો સૌથી ભાવુક ક્ષણ આજે તા. 5 ડિસેમ્બરની સવારે જોવા મળી....
સુરત: શહેરમાં દબાણોનો મુદ્દો દિવસે ને દિવસે વધુ ગરમાતો જાય છે. વરાછામાં મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનરે જાતે હાજર રહી વરાછા...
સુરત: અમરોલીમાં એક યુવતીની ગોપનીયતા ભંગ થવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.ગેલેક્સી હોટેલમાં વ્યક્તિગત પળોમાં બનાવવામાં આવેલ છુપો વીડિયો તેણીના જાણીતાઓ, પરિવારજનો...
સુરતઃ ધાસ્તીપુરામાં રખડતા કૂતરાએ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ...
ગાર્ડનની જગ્યાએ ‘વુમન્સ હોસ્ટેલ’ બનશે તો ‘લવ જેહાદ’ વધશે! સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, ‘શ્વાસ ન છીનવો’ની લાગણીસભર અપીલ વડોદરા એક તરફ વધતા હવા...
પંજાબમાં ખેડૂતોનો વિરોધ ફરી તેજ થયો છે. કિસાન મજૂર મોરચા (KMM)ના આહ્વાન પર આજે 5 ડિસેમ્બર 2025એ રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 26...
દેશનાં ૧૨ રાજ્યોમાં SIR (સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન) ની પ્રક્રિયા ચાલી રહી છે. ૪ નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ થવાની...
પંચમહાલ શ્રમ વિભાગે પોતાનો બચાવ કરતા બાળમજૂરી પકડવા પત્રકાર પાસે બે દિવસ અગાઉ માહિતી માંગી
ગામોમાં રેડ નિષ્ફળ જતાં ગોધરા શ્રમ વિભાગનો લૂલો બચાવ
પત્રકાર બે દિવસ પહેલા માહિતી આપે તો જ કાર્યવાહી કરીશું તેવો ઉડાઉ જવાબ
પ્રતિનિધિ ગોધરા તા.23
પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં લગ્નગાળામાં ખુલ્લેઆમ ચાલતી બાળમજૂરી અંગે અહેવાલો અને પુરાવાઓ રજૂ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોતાની નિષ્ફળતા છુપાવવા અને જવાબદારીમાંથી છટકવા માટે ગોધરાની મદદનીશ શ્રમ આયુક્ત કચેરી દ્વારા જવાબદારીમાંથી હાથ ખંખેરતો પત્ર પાઠવવામાં આવ્યો છે. શ્રમ વિભાગે પત્રકારને સત્તાવાર પત્ર લખીને જણાવ્યું છે કે જો લગ્ન પ્રસંગમાં ક્યાંય બાળમજૂરી થતી હોય તો તેની માહિતી પત્રકારે બે દિવસ પહેલાં કચેરીને આપવી, જેથી વિભાગ કાર્યવાહી કરી શકે. આ દર્શાવે છે કે કાયદાનું પાલન કરાવવાની પોતાની બંધારણીય ફરજ શ્રમ વિભાગ હવે મીડિયા પર ઢોળી રહ્યું છે.

ગોધરાના મદદનીશ શ્રમ આયુક્ત એમ. જે. સોનીની સહીથી તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, ગત ૧૬ એપ્રિલના પત્રના સંદર્ભમાં જિલ્લાની ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ૧૮ એપ્રિલના રોજ રાત્રે ૮ કલાકે શહેરા તાલુકાના સાંપા, ચલાલી, પાદરડી, ગોરાડા, માતરીયા, મંગલપુર, સુરીલી અને ભેંસાલ ગામોમાં રાત્રિ રેડ કરવામાં આવી હતી.જોકે, તંત્રની આ રેડ દરમિયાન એક પણ બાળમજૂર જણાઈ આવ્યો ન હતો તેવો લૂલો બચાવ કરવામાં આવ્યો છે.
રેડમાં કોઈ ન મળતાં શ્રમ વિભાગે પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, આવનાર સમયમાં લગ્નો વિશે સ્પષ્ટ માહિતી હોય તો અગાઉથી ૨ દિવસ પહેલા અત્રેની કચેરીને જાણ કરવી, જેથી ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી શકાય. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ગુપ્તચર માહિતી એકઠી કરવી, નેટવર્ક બનાવવું અને કાયદાનું પાલન કરાવવું એ પત્રકારનું કામ છે? બાળમજૂરી રોકવા માટે સ્થાનિક પોલીસ, તલાટી કે સરપંચનું નેટવર્ક ઊભું કરવાની પ્રાથમિક જવાબદારી શ્રમ વિભાગ અને વહીવટી તંત્રની છે.
જાગૃત મીડિયાનું કામ માત્ર વ્યવસ્થાની ખામીઓ તરફ તંત્રનું ધ્યાન દોરવાનું હોય છે, નહીં કે વિભાગ માટે બાતમીદાર તરીકેની નોકરી કરવાનું. ગોધરા શ્રમ કચેરીમાંથી મળેલા આ પત્ર પરથી ફલિત થાય છે કે પંચમહાલ જિલ્લામાં શ્રમ કાયદાઓનો અમલ કરાવવા માટે તંત્ર પાસે પોતાનું કોઈ જ વ્યવસ્થિત નેટવર્ક નથી. માત્ર પત્રકાર માહિતી આપે તો જ કાર્યવાહી કરવા જવાનું, તેવો અભિગમ અપનાવીને બેસી રહેલું આ તંત્ર બાળમજૂરી નાબૂદ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શ્રમ વિભાગે પોતાની જવાબદારી સમજવાની અને જમીની સ્તરે કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે.
રિપોર્ટર: આશિષ બારીયા