શહેરાની લાલસરી પ્રાથમિક શાળામાં ‘કલા મહોત્સવ’ની ઉજવણી લાલસરી શાળામાં કલા ઉત્સવ યોજાયો, દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાઈ પ્રતિનિધી ગોધરા તા.07 પંચમહાલ...
નાણાં વિભાગની મંજૂરી બાદ પણ ભરતી અટકતા ગોધરામાં ઉમેદવારોની રજૂઆત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણના હિતમાં શિક્ષકોની ભરતી કરવા માંગ પ્રતિનિધી...
વડોદરા તારીખ 7 વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પ્રધાન મંત્રી આવાસના મકાનો અપાવવાનું કહી ઠગ એજન્ટ દ્વારા ચાર લોકો પાસેથી રૂપિયા 1.78...
આસરસા ગામે સમુદ્રદેવ રૂઠ્યો,દરિયામાં ડૂબતો લાઈવ વિડીયો..!! દરિયામાં ભરતી આવતા હકડેઠઠ બેઠેલા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળતા ભારે અફડાતફડી. સર્વે કરતી કંપનીએ...
ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર યોજના અંતર્ગત 900 કરોડના ખર્ચે હયાત રસ્તો ફોરલેન બનશે રાજસ્થાન અને માનગઢ જવું હવે થશે સરળ. પ્રતિનિધી ગોધરા...
ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો સદનસીબે જાનહાનિ થતા ટળી,તમામ સામાન બળીને ખાખ ( પ્રતિનિધિ )વડોદરા,તા.7 વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર...
હાલોલ. નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલ તાલુકાના ઊંડાણ વાળા વિસ્તારમાં બાપોટીયા ગામ ખાતે સ્વદેશી અપનાવો અને સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો...
શિનોર. .શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા શિનોર નગરમાં માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી,હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર ના...
દાહોદ : દાહોદના ભીટોડી ગામ નજીક નેશનલ હાઈવે પર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર ત્રણ યુવાનો...
ગુજરાતી સંગીત જગતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હવે સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. કિંજલ દવેએ ગઈ કાલે 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર...
અલાસ્કા અને કેનેડાની સરહદ નજીક ગઈ કાલે શનિવારે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે આસપાસના વિસ્તારોમાં લોકો...
કાલોલ: કલા ઉત્સવ અંતર્ગત સંકુલ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન શ્રી આર એંડ બી હાઇસ્કૂલ ડેરોલ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી...
કાલોલ: ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિતે બીજેપી પંચમહાલ જિલ્લા તેમજ કાલોલ નગર અનુસૂચિત...
ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ સતત છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યું છે. આજે 7 ડિસેમ્બર રવિવારના રોજ દેશના મોટા એરપોર્ટ્સ પર ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ...
ગોવાના આરાપોરા વિસ્તારમાં આવેલ બિર્ચ બાઈ રોમિયો લેન નાઇટ ક્લબમાં ગઈ કાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી. આ ઘટનામાં કુલ 25 જેટલા...
ભારતે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 271...
ગામલોકો અને અગ્નિશમન ટીમની મહેનતે આગ પર કાબુ મેળવ્યો ડાકોર: એક મિઠાઈની દુકાનમાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી, જે ઝડપથી વિકરાળ સ્વરૂપ...
શુક્રવારે ઘણા સાંસદોએ લોકસભામાં ખાનગી સભ્યના બિલ રજૂ કર્યા. આ બિલોમાં કર્મચારીઓને કામના કલાકો પછી ફોન અને ઇમેઇલ કોલ્સથી મુક્તિ આપવાથી લઈને...
સમસ્યાઓનું નિરાકરણ હવે આંગળીના ટેરવે: VMC એ જાહેર કર્યો 24 કલાકનો ટોલ-ફ્રી અને વોટ્સએપ નંબર વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા અને...
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ બેટિંગ કરતી વખતે તેના...
ઓડિટ-PRO કોલ્ડ વોર મુદ્દે GAD તપાસના આદેશ: “કોઈપણ ગેરવ્યવસ્થા સહન નહીં થાય”ની કમિશ્નરની ખાતરી બાદ કર્મીઓ ફરજ પર પરત વડોદરા મહાનગર પાલિકા...
વડોદરા: વિશ્વ વિભૂતિ – ભારતીય બંધારણના ઘડવૈયા , શોષિત પીડિત અને વંચિત સમુદાયોના મસીહા યુગ પ્રવર્તક મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ના ૬ ડિસમ્બર...
મોટી સંખ્યામાં ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ થયા બાદ અને ટિકિટના ભાવમાં અચાનક વધારા બાદ ઉડ્ડયન મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે અને ડોમેસ્ટિક...
( પ્રતિનિધિ )વડોદરા,તા.6 વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં આવેલા આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસે મગર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરાતા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.6 વડોદરા શહેરમા 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ અને...
પેટમાં ઇન્ફેક્શનની તકલીફ હોય યુવકને દાખલ કરવામાં આવ્યો હતો, યોગ્ય તપાસ કરીને બેદરકારી જણાશે તો સ્ટાફ સામે કાર્યવાહી કરાશે : આરએમઓ વડોદરા...
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેમના પત્ની ડિમ્પલ યાદવ સાથે આજે આગ્રાના ફતેહપુર સિકરીમાં સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી. આ દરમિયાન...
સાવલી: સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી એશિયન સ્કાય ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીમાંથી ત્રણ કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં મંજુસર પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો...
શિક્ષકના નામને શર્મશાર કરતો કિસ્સો તેર વર્ષની બાળા સાથે અગાઊ પણ અડપલા કર્યા હતા વાઘોડિયા: તાલુકાના જરોદ વિસ્તારના એક ગામની સરકારી હાઈસ્કૂલમાં...
રણવીર સિંહની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ, “ધુરંધર” બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ 5 ડિસેમ્બરે આવી ગઈ છે. ફિલ્મના...
કવાટ બાજુથી નંબર પ્લેટ વગરની કારમાં દારૂ ભરી આવતા ચાલકને સંખેડા પોલીસે ઝડપ્યો, આશિષ જોષી વોન્ટેડ, કાર અને દારૂ મળી રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે
મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના ઉમેદવારે દારૂનો જથ્થો મંગાવ્યો
વડોદરા, તા. 25 એપ્રિલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને માત્ર એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે. જ્યારે કેટલાક ઉમેદવારો પોતાના મતદારો માટે ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ કરવા માટે અન્ય જગ્યા પરથી દારૂની પેટીઓની પેટીઓ ઉતારી રહ્યા છે. સંખેડા પોલીસે બહાદુર બહાદરપુર પાસેથી વડોદરા કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષી એ મંગાવેલા રૂ. 3.96 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે કારચાલક ને ઝડપી પાડ્યો છે. જ્યારે આશિષ જોશીને વોન્ટેડ જાહેર કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
સંખેડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે મોટી કાર્યવાહી કરી નંબર પ્લેટ વગરની ઈકો કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સંખેડા પોલીસ સ્ટેશનની ટીમના પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ ઘનશ્યામસિંહ તથા એ.એસ.આઈ. રાયસંગભાઈ જેસંગભાઈ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોબાઈલ નાઈટ રાઉન્ડમાં રહેલા અધિકારી પાસેથી બાતમી મળી હતી કે એક નંબર વગરની ઈકો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ બહાદરપુર તરફથી ડભોઈ તરફ જવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે બહાદરપુર ગામ પાસે ઓરસંગ નદીના ડાયવર્જન નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ઈકો કાર આવતી નજરે પડતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે વાહન સાઈડમાં ઉતારી દીધું હતું, જે રેતીમાં ફસાઈ જતા પોલીસે તેને પકડી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીએ પોતાનું નામ પ્રમોદ પંચનારાયણ પાન્ડેય (ઉંમર 24, રહે. ડભોઈ) હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન ઈકો કારમાંથી રૂ. 3.96 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સંખેડા પોલીસે આરોપી પાસેથી દારૂ અને નંબર પ્લેટ વગરની ઈકો કાર રૂ. 1 લાખ અને મોબાઈલ રૂ. 5 હજાર મળી રૂ. 5.01 લિખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીની દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને કોણે મંગાવ્યો હતો? તે બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષી નામના વ્યક્તિના સંપર્કથી પાઠ તરફથી દારૂ લાવવામાં આવ્યો હતો અને તેને પહોંચાડવાનો હતો. જેથી પોલીસે દારૂ મંગાવનાર આશિષ જોષીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.