Entertainment

ફિલ્મ આદિપુરૂષના VFX પર અચાનક કૃતિ સેનને આપ્યું આ રિએક્શન

મુંબઈ: બોલિવુડમાં (Bollywood) હાલ VFXનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર્શકોને પણ VFX ફિલ્મ (Film) જોવાનું વધુ પસંદ કરી રહ્યા છે પરંતુ આદિપુરુષ (Adipurush) ફિલ્મનું ટીઝર (Teaser) જોયા બાદ દર્શકો નાખુશ થયા હતા. પ્રભાસ (Prabhas) અને કૃતિ સેનની (Kriti Sanon) ફિલ્મ આદિપુરુષનું ટીઝર થોડા મહિના પહેલા રિલીઝ થયું હતું. આ ટીઝર જોયા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. કારણ કે, દર્શકો ફિલ્મના ટીઝરમાં બતાવવામાં આવેલા VFXથી ખુશ નહોતો.

દર્શકોએ ‘આદિપુરુષ’ના નિર્માતાઓ અને ફિલ્મના સ્ટારને ટ્રોલ કર્યા હતા. સોશિયલ મીડિયામાં ટીઝર વિશે ઘણી વાતો લખવામાં આવી હતી તેમજ મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ બધાના વચ્ચે ફિલ્મમાં સીતાનો રોલ કરનાર કૃતિ સેનને આ વિવાદ પર મૌન તોડી પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી કહે છે કે ફિલ્મમાં ઘણું બધું છે. આ રીતે, માત્ર ટીઝર જોઈને ફિલ્મ વિશે અનુમાન લગાવવું ખોટું હશે.

વિવાદોમાં ઘેરાયેલી આદિપુરુષ પર કૃતિ સેનનું રિએક્શન
અભિનેત્રી કૃતિ સેનને રિએક્શન આપતા કહ્યું કે, “ફિલ્મમાં ઘણી વસ્તુઓ છે. આ ફિલ્મ ભારતનો ઈતિહાસ બતાવે છે. આ ફિલ્મમાં દેશ અને દુનિયામાં ભારતની સંસ્કૃતિને અલગ રૂપ દર્શાવ્યું છે તે જોવા મળશે. વધુમાં તેણે કહ્યું કે મેકર્સે હજુ ફિલ્મ બનાવવાની બાકી છે. “થોડા વધુ સમયની જરૂર છે. ફિલ્મ પરફેક્ટ બને તે માટે તેઓ ચોક્ક્સપણે કામ કરી રહ્યા છે. ‘આદિપુરુષ’ એક એવી ફિલ્મ છે જેના પર સમગ્ર ટીમને ગર્વ છે.

કૃતિ સેનન માને છે કે ફિલ્મ યોગ્ય રીતે રિલીઝ થવી જોઈએ. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત પણ તેની ખાતરી કરી રહ્યા છે. આ ફિલ્મમાં કૃતિ સેનન ‘સીતા’નું પાત્ર ભજવતી જોવા મળશે. તેણે કહ્યું કે એક મિનિટ અને 35 સેકન્ડના ટીઝરમાં બધું દર્શાવવું શક્ય નહોતું, તેથી ફિલ્મ વિશે કોઈ ધારણા બાંધવી જોઈએ નહીં. કૃતિએ કહ્યું કે, ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ છે, જે આવનારા સમયમાં બતાવવામાં આવશે. લોકોએ માત્ર થોડી ધીરજ રાખવાની જરૂર છે. દિગ્દર્શક અને ટીમ હાલમાં આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે.

સૈફના લુક પર પણ થયો હતો વિવાદ.
‘આદિપુરુષ’ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં રિલીઝ થશે. જો કે, આ ફિલ્મ કઈ તારીખે રિલીઝ થશે, આ વાત હજુ સામે આવી નથી. હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કૃતિ સેનન ઉપરાંત સૈફ અલી ખાન અને સાઉથ એક્ટર પ્રભાસ પણ છે. આ ફિલ્મમાં પ્રભાસ ‘રામ’નું પાત્ર ભજવતો જોવા મળશે. તે જ સમયે, સૈફ અલી ખાન ‘રાવણ’ના રોલમાં જોવા મળશે. પરંતુ ફિલ્મના ટીઝર બાદ સૈફના આ રોલ પર પણ ઘણો વિવાદ થયો હતો.

Most Popular

To Top