National

મથુરા કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ સંબંધિત અરજીને સુનાવણી માટે સ્વીકારી લીધી

નવી દિલ્હી: કૃષ્ણ જન્મભૂમિ વિવાદ (Krishna Janmabhoomi Controversy) હવે નવો વળાંક લીધો છે. કૃષ્ણ જન્મભૂમિ પાસે આવેલી શાહી ઇદગાહ મસ્જિદને (Shahi Idgah Mosque) હટાવવાની માંગ કોર્ટે આ અરજી લખવામાં આવી હતી. જેની સુનાવણી માટે મથુરા (Mathura) કોર્ટે સંમતિ દર્શાવી છે. આ બાબતની સુનાવણી સિવિલ કોર્ટમાં (Civil Court) થશે.

જાણો કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર હિંદુઓએ શું દાવો કર્યો છે?
જ્ઞાનવાપી બાદ હવે કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ પર કોર્ટમાં સુનાવણી થશે. મથુરા કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદને સંબંધિત અરજીને સુનાવણી માટે સ્વીકારી લીધી છે. આ અરજીમાં લખવામાં આવ્યું હતું કે શાહી ઇદગાહ મસ્જિદ કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી છે તેથી તેને હટાવી દેવી જોઇએ.

સુનાવણી ક્યા થશે?
તમને જાણવી દઈએ કે સિવિલ કોર્ટે અગાઉ આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ હિન્દુ પક્ષે મથુરા કોર્ટમાં ફરીથી નવી રીતે અરજી દાખલ કરાવી હતી. અંતે મથુરા કોર્ટે આ અરજીને સ્વીકારી છે અને કહ્યું છે કે સિવિલ કોર્ટે આ બાબતની સુનાવણી કરવી જોઈએ. જિલ્લા અને સેશન્સ જજ રાજીવ ભારતીએ મથુરા કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ સંબંધિત અરજીને જાળવણી યોગ્ય ગણાવી તેની સુનાવણીનો નિર્ણય સંભળાવ્યો છે.

આ અપીલ ક્યારે કરવામાં આવી હતી?
આ અરજી ૨૦૨૦માં એડવોકેટ રંજના અગ્નિહોત્રી સહિત 6 અરજદારો દ્વ્રારા દાખલ કરવામાં આવી હતી. જેમાં શાહી ઇદગાહની જમીનની માલિકી મેળવવાનો દાવો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 13.37 એકર જમીનના માલિકી હકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં 10.9 એકર જમીન શ્રી કૃષ્ણ જન્મસ્થાન પાસે અને 2.5 એકર જમીન શાહી ઇદગાહ મસ્જિદ પાસે છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, રંજના અગ્નિહોત્રી દ્વારા એવો દાવો દાખલ કરવામાં આવ્યો હતો કે શાહી ઇદગાહ મસ્જિદ કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી છે તેથી તેને હટાવી દેવી જોઇએ.

હિન્દુઓએ આ દાવો કર્યો છે
તમને જણાવી દઈએ કે કાશી અને મથુરાનો વિવાદ પણ કંઈક અંશે અયોધ્યા જેવો છે. હિન્દુઓ એવો દાવો કરે છે કે ઔરંગઝેબે કાશી અને મથુરામાં મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી. ઔરંગઝેબે 1669માં કાશીમાં વિશ્વનાથ મંદિર તોડી પાડ્યું હતું અને 1670માં મથુરામાં ભગવાન કેશવદેવ મંદિરને તોડી પાડવાનું ફરમાન બહાર પાડ્યું હતું. ત્યારબાદ મંદિરોને તોડી પડી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી.

આ વિવાદ ક્યારથી ચર્ચામાં આવ્યો હતો?
તમને જાણવી દઈએ કે મથુરામાં આ વિવાદની ચર્ચા ગયા વર્ષે ત્યારે શરૂ થઈ જ્યારે અખિલ ભારતીય હિંદુ મહાસભાએ ઈદગાહ મસ્જિદની અંદર ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવાની અને તેનો જલાભિષેક કરવાની જાહેરાત કરી હતી. જો કે અખિલ ભારતીય હિન્દુ મહાસભા આમ કરી શકી ન હતી. આ પછી, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં, ‘મથુરા કી બારી હૈ…’ જેવા નારા પણ ખૂબ લોકપ્રિય થયા હતા.

Most Popular

To Top