Surat Main

સુરતમાં કોંગ્રેસના એસસી સેલના પ્રમુખ કિરીટ રાણા પોતાના 500થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

સુરત (Surat): જેમ જેમ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local body polls 2021) નજીક આવી રહી છે. ભાજપ કરતાં કોંગ્રેસની મુસીબતો વધી રહી હોય એમ લાગે છે. પાસ ફેક્ટરને કારણે સુરત કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે. કોંગ્રેસની મુસીબતો સામે ભાજપમાં નવા નિયમો બાદ વિરોધ કરતા નેતાઓની મુસીબત ઓછી ભાસે છે. ગઇકાલે જ ત્રણ કોંગ્રેસી નેતાઓએ રાજીનામા આપ્યા હતા. જીજ્ઞેશ મેવાસાએ સુરત કોંગ્રેસમાં મહામંત્રી પદેથી રાજીનામું આપ્યુ હતુ. જીજ્ઞેશ મેવાસાએ (Jignesh Mevasa) આ વિશે પોતાના ફેસબુક પર એક લાંબી પોસ્ટ કરી હતી અને લખ્યુ હતુ કે કોંગ્રેસ પાટીદારોનું ઋણ ભૂલી ગઇ છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર પાછલા બારણે ભાજપના નેતાઓ સાથે મળી જવાના આરોપો પણ લગાવ્યા હતા.

સમાચાર આવ્યા છે કે આજે સુરતમાં કોંગ્રેસ (congress) ના એસસી સેલના પ્રમુખ ભાજપમાં જોડાયા છે. સુરતમાં કોંગ્રેસના એસસી સેલના પ્રમુખ કિરીટ રાણા (Kirit Rana) પોતાના 500 થી વધુ કાર્યકરો સાથે ભાજપ (BJP) માં જોડાયા છે. કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર ઉમેદવારોમાં પાર્ટી પ્રત્યે ભારે નારાજગી છે, એવું જ કંઇક કિરીટ રાણા સાથે પણ થયુ છે. તેમણે રાજીનામું આપતા જણાવ્યુ છે કે તેમણે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું બરાબર સ્વાગત ન કરતા પાર્ટીએ તેમને ટિકિટ આપી નથી. તેમણે એમ પણ કહ્યુ છે કે પાર્ટીએ તેમની 20 વર્ષોની સેવાની કદર કરી નથી.

ગત રોજ કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી ચંદુભાઈ સોજીત્રાએ પણ રાજીનામું આપી દીધું હતુ. એટલું જ નહીં પાસના સમર્થનમાં ચંદુભાઈ સોજીત્રાના પત્નીએ વોર્ડ નં-3માંથી ઉમેદવારી ફોર્મ પરત ખેચી લીધું હતુ. સુરતના વોર્ડ નંબર 3ના ઉમેદવાર કાનજી ભરવાડે પણ ફોર્મ પરત ખેંચી લીધુ હતુ. આ સિવાય સુરતમાં વોર્ડ નંબર 1ના ઉમેદવાર તપન રાણા પણ ભાજપમાં જોડાયા છે. સુરત મહાનગર પાલિકાની 120 બેઠક પર કુલ 484 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. જેમાં ભાજપમાં 120, કોંગ્રેસમાં 117, આપના 114, અપક્ષ 55 અને અન્ય પક્ષના 78 ઉમેદવાર મેદાનમાં છે. અત્યાર સુધી કોંગ્રેસના બે ઉમેદવાર સહિત કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top