Madhya Gujarat

નવા બનેલા સિંગવડ તાલુકામાં પ્રથમ ચૂંટણી હોવાથી મતદાનનો થનગનાટ

       સિંગવડ: સિંગવડ તાલુકા ની તાલુકા પંચાયત જિલ્લાપંચાયતની ચુંટણીને લઈને તારીખ 8 2 અને 9 2 ના રોજ સીંગવડ મામલતદાર ઓફીસમાં ૧૨ તાલુકા પંચાયતની સીટ આવતી હોય તેના માટે બે દિવસમાં થઈને 106 ફોર્મ  નો ઉપાડ થયો હતો.

 જ્યારે તાલુકા પંચાયત સિંગવડ છ તાલુકા પંચાયતો આવતી હોય તેમાં 2 છાપરવાડ 4 મછેલાઈ 10 પહાડ 11 પતંગડી 12 પીપળીયા 18 વાલાગોટા નો સમાવેશ થતો હોય તેના માટે તાલુકા પંચાયત સીંગવડ માંથી બે દિવસમાં થઇ ને ૧૬ ફોર્મ ઉપાડ થયો હતો જ્યારે ત્રણ જિલ્લા પંચાયતો માં 30 મેથાણ 3 ફોર્મ ,46 સુડીયા 15 ફોર્મ જ્યારે ,49 વાલાગોટા માં 5 ફોર્મ નો ઉપાડો થયો હતો તથા આ બે દિવસમાં કોઈ ફોર્મ ભરવામાં આવ્યું નહોતું.

આ રીતે સીંગવડ તાલુકો નવો બન્યો તેનું સ્થાનિક સ્વરાજની પહેલી ચૂંટણી હોય તથા તાલુકાની સીટોમાં માં પણ પહેલી વખત ચૂંટણી થવાની હોય તેના માટે સિંગવડ તાલુકા માં એક ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ પાર્ટીઓ મેદાનમાં ઉતરશે તેવું લાગી રહ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top