National

ચૂંટણી પંચ હનુમાન ચાલીસાનો જાપ રોકવા પહોંચતા વિવાદ, બજરંગ દળે કહ્યું, શું અમે પાકિસ્તાન…

બેંગ્લોર: વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને તેની યુવા શાખા બજરંગ દળે મંગળવારે કર્ણાટક (Karnataka) વિધાનસભાના મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસ (Congress)ના ઘોષણાપત્રના વિરોધમાં બેંગ્લોરમાં ‘હનુમાન ચાલીસાનો’ જાપ ર્ક્યો હતો. જેને બંધ કરાવવા માટે પહોંચેલી ચૂંટણી પંચની ટીમ સાથે તેમનો વિવાદ થયો હતો.

‘હનુમાન ચાલીસા’નો પાઠ કરી રહેલા બજરંગ દળના કાર્યકર્તાઓએ ચૂંટણી પંચના અધિકારીઓને કહ્યું કે ‘અમે જાપ કેમ બંધ કરીશું… શું આ પાકિસ્તાન કે તાલિબાન છે, અહીં કોઈ રાજનીતિ નથી… ભગવાનની પૂજા કરવા માટે કોઈની પણ પરમિશન લેવાની જરૂર નથી. હું હિન્દુસ્તાનમાં છું, પાકિસ્તાન કે સીરિયામાં નથી.’ વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય અભિષેકનું કહેવું છે કે, તેમણે અને સંગઠનના અન્ય સભ્યોને કર્ણાટક ચૂંટણી ક્ષેત્રમાં CRPC કલમ 144 લાગુ હોવાની વાત કહીને બેંગ્લોરના વિજય નગરમાં ચૂંટણી પંચની એક ટીમે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અટકાવ્યું હતું.

ચૂંટણી પંચના અધિકારીઓએ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોને વિજય નગરના એક મંદિરની બહાર ‘હનુમાન ચાલીસા’નો પાઠ રોકવા માટે કહ્યું કેમ કે આ વિસ્તારમાં પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. આની સાથે જ ચૂંટણી પંચે તેમણે ચેતાવણી આપી કે જો તેમને પોતાનો કાર્યક્રમ ચાલી રાખ્યો તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

નોંધનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને તેની યુવા શાખા બજરંગ દળે 7 મેના રોજ કહ્યું હતું કે તેમણે કર્ણાટક વિધાનસભામાં થનારા મતદાનના પહેલા એટલે કે 9 મેના રોજ પૂરા દેશમાં ‘હનુમાન ચાલીસા’નો જાપ કરવાનો નિર્ણય લીધો છે. બંન્ને સંગઠનોનું આ આહ્વાન ગત અઠવાડિયે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસ પાર્ટીના ઘોષણાપત્રમાં કરવામાં આવેલા વાયદા વિરૂદ્ધ પ્રતિક્રિયા સ્વરૂપ હતું.

કોંગ્રેસે શું કહ્યું હતું ઘોષણાપત્રમાં?
કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું કે, તે જાતિ અને ધર્મના આધારે સમુદાયોની વચ્ચે નફરત ફેલાવતાં વ્યક્તિઓ અને સંગઠનોના વિરૂદ્ધ દૃઢ અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. પાર્ટીએ કહ્યુ હતું કે ‘અમે માનીએ છીએ કે કાયદો અને સંવિધાન પવિત્ર છે અને બજરંગ દળ, પીએફઆઈ જેવા સંગઠનો અથવા કોઈ અન્ય દ્વારા સમુદાયોની વચ્ચે દુશ્મની અને નફરતને પ્રોત્સાહન આપીને તેનું ઉલ્લંઘન નહીં કરી શકાય. ભલે તે બહુમતી ધરાવતો સમુદાય અથવા લઘુમતી હોય. અમે આવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની સાથે જ કાયદા અનુસાર નિર્ણાયક કાર્યવાહી કરીશું.’

Most Popular

To Top