કપિલ શર્માને શું થયુ? મુંબઇ એરપોર્ટ પર વ્હીલચેરમાં દેખાતા ફેન્સમાં ગભરાટ

મુંબઇ (Mumbai): કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) પોતાના કોમેડી શોને માટે લોકપ્રિય હોવની સાથે સાથે અવાર નવાર અન્ય કોઇને કોઇ કારણસર સમાચારમાં રહે જ છે. કોઇવાર આ સમાચાર તેના શોના બંધ થવાને લઇને હોય છે તો કોઇવાર શોના કોઇ કલાકારને શોમાંથી કાઢવા કે શોમાં લેવા અંગે હોય છે. થોડા સમય પહેલા બીજી વાર પિતા બનેલો કપિલ શર્મા હોલ પેટરનીટિ લીવ પર હોવાના કારણે તેનો શો બંધ થયો હોવાની લોકોની માન્યતા હતી.

કપિલ શર્માને શું થયુ? મુંબઇ એરપોર્ટ પર વ્હીલચેરમાં દેખાતા ફેન્સમાં ગભરાટ

જો કે આજે વાયરલ થયેલા એક વિડીયોને જોયા પછી તેના ચાહકો ભારે ચિંતિત થયા છે. હકીકતમાં વાયરલ થયેલા એક વિડીયોમાં મુંબઇ એરપોર્ટ પર કપિલ શર્મા વ્હીલ ચેર પર દેખાય છે. કપિલે કાળ કપડા, કાળુ માસ્ક અને કાળ ચશ્મા પહેર્યા છે. કાળા ચશ્મા અને કાળા માસ્કથી ચહેરો ઢંકાયેલો હોવા છતાં કપિલ શર્માને પાપારાઝીઓ ઓળખી લે છે. અને તેના ફોટા અને વિડીયો ખેંચવા લાગે છે. જો કે પાપારાજીઓના આ વર્તનથી નારાજ કપિલ તેમના પર ચિડાય જાય છે. અને તેમના પર ગુસ્સે થઇ જાય છે. કપિલ કહે છે કે, ‘ઑય હટો પીછે સારે તુમ લોગ… તુમ લોગ બદત્મિઝિયા કરતે હો… ‘.. આવુ કહીને કપિલ તેની કારમાં બેસી જાય છે. કપિલની સાથેની એક વ્યક્તિ આ પાપારાઝીને (paparazzi) કહે છે કે આવી હાલતમાં તેમણે આ રીતે ફોટા ખેંચવા જોઇએ નહીં. તેની પાપારાઝી સાથે દલીલ થાય છે.

કપિલ શર્માને શું થયુ? મુંબઇ એરપોર્ટ પર વ્હીલચેરમાં દેખાતા ફેન્સમાં ગભરાટ

જણાવી દઇએ કે કેટલાક અખબારોએ કપિલને આવા વર્તન બદલ વખોડ્યો છે. વળી કેટલાક લોકોએ જાણે જોઇને આ વિડીયો ડિલીટ કર્યો નથી. તેમણે કહ્યુ કે કપિલ શર્માએ (Anushka Sharma) પાપારાઝીઓ સાથે ગેરવર્તન કર્યુ છે. તમને યાદ હોય તો પોતની ડિલીવરીના થોડા સમય પહેલા અનુષ્કા શર્માએ તેના ઘરની આસપાસના વિસ્તારમાં રિપોર્ટર્સ, ફોટોગ્રાફર્સની એન્ટ્રીને પ્રતિબંધિત કરી દીધી હતી. કારણ તે સતત મિડીયાવાળાઓની દેખરેખથી પરેશાન થઇ ગઇ હતી.

કપિલ શર્માને શું થયુ? મુંબઇ એરપોર્ટ પર વ્હીલચેરમાં દેખાતા ફેન્સમાં ગભરાટ

ઘણીવાર આપણે સ્ટાર્સના એવા વિડીયો દેખાય છે જેમાં તેઓ ગુસ્સામાં હોય છે, ચિડાય જાય છે. ઋષિ કપૂર, જયા બચ્ચન, રવિના ટંડન જેવા કેટલાકના આવા વિડીયો ઘણા જાણીતા છે. હકીકતમાં આ હસ્તીઓની પર્સનલ લાઇફ હોય છે. સતત મિડીયાની દેખરેખ એ ઘણીવાર અણગમતી હોય છે. જે કપિલ શર્મા સાથે બન્યુ છે. જો કે આજકાલ તો હસ્તીઓની PR ટીમ પોતે જ તેમની પબ્લિસીટી (publicity) માટે સામેથી પાપારાઝીઓને તેમના લોકેશન્સ (locations) શેર કરતી હોય છે. અને આ હસ્તીઓ પણ પબ્લિસિટી માટે જિમ લૂક (#GymLook), એરપોર્ટ લૂક (#AirportLook) માટે પોઝ કરતી હોય છે.

Related Posts