World

હમે તો લૂંટ લિયા.. મસાજ કરાવા ગયેલા યુવકને ચાર સુંદરીઓએ મળીને આ રીતે લૂંટી લીધો

દુબઈમાં ચાર મહિલાઓની ટોળકીએ એક ભારતીય પુરુષને મસાજ કરવા નકલી સંદેશા મોકલી લૂંટ કરી હતી. મહિલાઓએ તેને એક એપાર્ટમેન્ટમાં બંધક બનાવી દીધો હતો, અને બાદમાં 55 લાખ રૂપિયા લૂંટી લીધા હતા.

એક મીડિયા રિપોર્ટ અનુસાર દુબઈ (Dubai)માં 33 વર્ષીય ભારતીય શખ્સ (Indian citizen) પાસેથી ચાર મહિલાઓએ લગભગ 55 લાખ રૂપિયા લૂંટી લીધા છે. હકીકતમાં, ચાર મહિલાઓની ગેંગે નકલી ડેટિંગ એપ દ્વારા મસાજ (massage)ની લાલચ આપી દુબઇમાં રહેતા એક ભારતીય શખ્સ પાસેથી 55,30,806 રૂપિયા લૂંટી લીધા હતા. ગલ્ફ ન્યૂઝે કહ્યું છે કે આ કેસની સુનાવણી દુબઈ કોર્ટ ઓફ ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં થઈ છે.

કોર્ટના રેકોર્ડ અનુસાર પીડિતની ઓળખ થઈ નથી. રિપોર્ટ અનુસાર, એક ભારતીય વ્યક્તિએ ડેટિંગ એપ્લિકેશન (dating app)પર 200 દિરહામ (રૂ. 3,950) માટે મસાજ કરવાની ઓફર જોઇ હતી. જેમાં સુંદર છોકરીઓના ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા. તેણે એપ્લિકેશન પર પૂરા પાડવામાં આવેલા નંબર પર સંપર્ક કર્યો અને નવેમ્બર 2020 માં દુબઇના અલ રિફા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ (Apartment)માં ગયો હતો એપાર્ટમેન્ટની અંદર તેણે ચાર આફ્રિકન મહિલાઓ જોઈ.મહિલાઓએ તેને તેના મોબાઇલ ફોનમાં બેંક એપ્લિકેશન ખોલવા કહ્યું અને પૈસા ટ્રાન્સફર કર્યા.

મહિલાઓએ તેને ગળા પર ચપ્પુ મારી દેવાની ધમકી આપી હતી અને તેના ચહેરા પર થપ્પડ મારી દીધી હતી. એક મહિલાએ તેની પાસેથી ક્રેડિટ કાર્ડ લીધું હતું અને એટીએમમાંથી 30,000 દિરહામ (રૂ. 5,92,586) કાઢી લીધા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમને એક દિવસ માટે એપાર્ટમેન્ટમાં કેદમાં રાખવામાં આવ્યા હતા, કારણ કે તેના બેંક ખાતામાંથી બીજા ખાતામાં 250,000 દિરહામ (રૂ. 49,38,219) ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહિલાઓએ તેનો આઇફોન તેની પાસેથી છીનવ્યા બાદ તેને એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળવાની મંજૂરી આપી હતી. બાદમાં તેણે બેંકને એલર્ટ કરી પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.

દુબઈ પોલીસના જણાવ્યા અનુસાર તપાસ બાદ ત્રણ નાઇજિરિયન મહિલાઓને શારજાહથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ચોથી મહિલા હજી ફરાર છે. ટિન્ડર એપ્લિકેશન દ્વારા ભોગ બનેલા શખ્સને મસાજ સેવાઓ આપવાની કબૂલાત કરનારી એક મહિલાએ જણાવ્યું હતું કે તેણે કોઈ શિકારને એપાર્ટમેન્ટની અંદર લોક કરી દીધો અને તેના ખાતામાંથી પૈસા કાઢીને દેશના વિવિધ ખાતામાં મોકલ્યા હતા. ત્રણેય નાઇજિરિયન મહિલાઓ પર લૂંટ, ધમકી આપવી અને પીડિતને બળજબરીથી એપાર્ટમેન્ટમાં રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top