Gujarat

પેપર લીક કરનારા માફિયાઓને સરકારની ચેતવણી : 10 વર્ષની કેદ તથા 1 કરોડનો દંડ

ગાંધીનગર: રાજયમાં તાજેતરમા જુનીયર કલાર્કની પરીક્ષાનું (Junior Clerk Exam) પેપર લીક (Paper leak) થઈ જવાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. જેના પગલે હવે રાજય સરકારે વિધાનસભામાં જ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરિતી અટકાવવા બાબત ) અધિનિયમ 2023 વિધેયક પસાર કરી દીધુ છે. જેને રાજયાપલે પણ લીલી ઝંડી આપી દીધી હોવાથી હવે કાયદો અમલી બની ગયો છે.

આગામી તા.9મી એપ્રિલના રોજ રાજયમાં લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષા પહેલા રાજય સરકારે આજે પેપર લીક કરનારા માફિયા તત્વોને રીતસરની ચીમકી આપી દીધી છે કે હવે પેપર લીક કરશો, ચોરી કરશો કરશો, તેને ઉમેદવારોને વેચવાનો પ્રયાસ કરશો તો 10 વર્ષની સખ્ત કેદ તથા 1 કરોડનો દંડ તથા પ્રોપર્ટી પણ જપ્ત થઈ જશે.પેપર લીક કરવાની પ્રવૃત્તિથી દૂર રહેજો. આ ઉપરાંત રાજય સરાકરે સ્ટેટ આઈબીના નેટવર્કને પણ એલર્ટ કરી કરી દીધુ છે. રાજયભરમાં પોલીસ આવા શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી છે. જેમાં સરકારની પરીક્ષાઓના ટયુશન કલાસીસ પર પણ વોચ રાખવામાં આવી રહી છે. 9મી એપ્રિલે રાજયમાં 3000 કેન્દ્રો પર 9,53,300 જેટલા ઉમેદવારો માટે જુનીયર કલાર્કની પરીક્ષા લેવાશે.અંદાજિત 1100 જેટલી જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી છે.

Most Popular

To Top