Entertainment

વિવાદો વચ્ચે ’72 હુરેં’નું JNUમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે, મેકર્સે કહ્યું કે….

મુંબઇ: ધ કાશ્મીર ફાઇલ્સ, ધ કેરળ સ્ટોરી બાદ હવે બોલિવૂડ (Bollywood) ફિલ્મ ’72 હુરેં’ (72 Hoorain) ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મનું ટીઝર રીલિઝ થયું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં (Controversy) ફસાયેલી છે. હવે દિલ્હીમાં (Delhi) આવેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના (JNU) કેમ્પસમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગની (Special Screening) જાહેરાતથી ફિલ્મ ફરી ચર્ચામાં આવી ગઈ છે. આતંકવાદની વાર્તાને ઉજાગર કરતી આ ફિલ્મમાં એક સત્ય ઘટનાથી પ્રેરિત વાર્તા કહેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે અને લોકો તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી રહ્યા છે.

આ મામલે ’72 હુરેં’ના નિર્માતા અશોક પંડિતે કહ્યું છે કે નિર્માતાઓ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસમાં તેમની ફિલ્મનું એક સ્પેશિયલ સ્ક્રીનિં યોજવાના છે. આ સ્ક્રીનિંગ 4 જુલાઈના રોજ થશે. આ સાથે તેમણે ફેન્સનો પણ આભાર માન્યો છે.

સ્પેશિયલ સ્ક્રીનિંગ અંગે મેકર્સે શું કહ્યું?
જેએનયુમાં 4 જુલાઈના રોજ ફિલ્મ ’72 હુરેં’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ થશે. જે અંગે મેકર્સનું કહેવું છે કે સ્પેશિયલ સ્ક્રીનિંગ એ વિદ્યાર્થીઓ માટે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી આતંકવાદી ઘટનાઓની વાસ્તવિકતાઓ પર અભિવ્યક્તિ કરવાની સુવર્ણ તક છે. તેમણે વધુમાં કહ્યું કે અગાઉના વિવાદોથી વિપરીત, ફિલ્મના આગામી સ્ક્રીનિંગને આતંકવાદ જેવા ગંભીર મુદ્દા પર ખુલ્લા સંવાદનો એક શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે.

નિર્માતા પર ધાર્મિક ઉપદેશોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ
કેટલાક રાજકીય પક્ષોએ ફિલ્મ ’72 હુરેં’માં બતાવવામાં આવેલા આતંકવાદીઓની માનસિક હેરાફેરીના દ્રશ્યો સામે સખત વાંધો ઉઠાવ્યો છે. મળતી માહિતી મુજબ આ રાજકીય પક્ષોનું કહેવું છે કે ફિલ્મમાં રજૂ કરવામાં આવેલી નકારાત્મક બાબતોને કારણે લોકોમાં ચોક્કસ ધર્મ વિશે ખોટો સંદેશ જશે. તેમજ તે સામાજિક માળખા પર પ્રતિકૂળ અસર કરશે. મૌલાના સાજિદ રાશિદે ફિલ્મ ’72 હુરેં’ પર વાંધો ઉઠાવતા નિર્માતા પર ધાર્મિક ઉપદેશોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

’72 હુરેં’નું ટ્રેલર રિલીઝ થયા બાદ જ્યાં કેટલાક લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા નિર્દેશક સંજય પુરણ સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યુ છે.

Most Popular

To Top