World

ઈટાલીની સૌથી લાંબી નદી સુકાઈ, 70 વર્ષનો સૌથી ભયાનક દુકાળ આવતા ઈમરજન્સી જાહેર

ઈટાલી: ઈટાલી(Italy)માં તીવ્ર ગરમી(Heat) અને હીટ વેવ(Heat Wave)ને કારણે સમગ્ર દેશ દુષ્કાળ(Drought)નો સામનો કરી રહ્યો છે. ઇટાલી સરકારે ગરમી અને દુષ્કાળને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી(Emergency) જાહેર કરી છે. ઇટાલીના ઉત્તરીય વિસ્તારો અને પો નદી(Po River)ની આસપાસનો વિસ્તાર સૌથી વધુ દુષ્કાળથી અસરગ્રસ્ત થયો છે. આ પ્રદેશ દેશના કૃષિ ઉત્પાદનનો લગભગ ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે અને 70 વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યો છે.

  • ઇટાલી દેશ દુષ્કાળથી અસરગ્રસ્ત, ઉત્તર ઇટાલીમાં સ્થિતિ વધુ ભયંકર
  • પૂર્વોત્તર ઇટાલીમાં હિમનદી ભૂસ્ખલન બાદ સરકારે ઈમરજન્સી લાગુ કરી
  • ઈટાલીની સૌથી લાંબી પો નદી સુકાઈ

પો નદી ઇટાલીની સૌથી લાંબી નદી છે અને તે સમૃદ્ધ ઉત્તર ઇટાલીમાં 650 કિલોમીટર (400 માઇલ) થી વધુ સુધી વિસ્તરે છે. ઈટાલીના સૌથી લાંબા જળમાર્ગ પો નદીમાં પાણી સામાન્ય જળસ્તરથી 85% સુધી ઘટી ગયું છે. આ સ્થિતિમાં અહીં ઈમર્જન્સી એક વર્ષ લંબાઈ શકે છે. ખેડૂતોનું કહેવું છે કે પાણીનો પ્રવાહ એટલો ઓછો છે કે દરિયાનું પાણી અંદરથી વહી જાય છે અને પાકનો નાશ કરે છે.

સરકારે કટોકટી જાહેર કરી
ઇટાલીમાં ગંભીર દુષ્કાળને ધ્યાનમાં રાખીને સરકારે પો નદીની આસપાસના પાંચ ઉત્તરીય પ્રદેશોમાં ઈમરજન્સી જાહેર કરી છે. ઈટલીમાં 70 વર્ષમાં આ સૌથી ખરાબ દુષ્કાળ છે. સરકારે જણાવ્યું હતું કે દેશના પાંચ પ્રદેશો – એમિલિયા-રોમાગ્ના, ફ્રુલી વેનેઝિયા જિયુલિયા, લોમ્બાર્ડી, પીડમોન્ટ અને વેનેટોને પાણીની તંગીનો સામનો કરવા માટે લગભગ 400 મિલિયન ડોલરની રકમ આપવામાં આવશે. દુષ્કાળ ઇટાલીના 30 ટકા કૃષિ ઉત્પાદનને અસર કરી શકે છે. ઇટાલીના મોટાભાગના વિસ્તારોમાં રેકોર્ડ-ઊંચું તાપમાન નોંધાયું છે, જેમાં પારો સતત 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી રહ્યો છે.

હિમનદીમાં ભૂસ્ખલન બાદ નિર્ણય લેવાયો
ઇટાલીની સરકારે ઈમરજન્સી લાગુ કરવાનો નિર્ણય ઉત્તરપૂર્વ ઇટાલીમાં હિમનદી ભૂસ્ખલનના એક દિવસ પછી લેવામાં આવ્યો છે જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. હવામાનશાસ્ત્રીઓ ગ્લેશિયર તૂટી પડવા માટે ઊંચા તાપમાનને જવાબદાર માની રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો સરકાર આ મામલે યોગ્ય અને ઝડપી નિર્ણય નહીં લે તો આવનારા સમયમાં તેના પરિણામો ખૂબ જ ઘાતક બની શકે છે.

Most Popular

To Top