SURAT

આ સુરત છે કે પાકિસ્તાન?, ભારતના વિજયની ખુશીમાં ફટાકડા ફોડનાર હિન્દુ યુવકને મુસ્લિમોએ માર્યો

સુરત (Surat): શહેરના સૈયદપૂરા માર્કેટ પાસે મોડી રાતે કોમી છમકલું થતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ પણ કેટલાક મુસ્લિમ (Muslim) યુવકોએ બેટ અને સ્ટમ્પ વડે હિન્દુ (Hindu) યુવકને જાહેરમાં ફટકાર્યા (Fight) બાદ ઘર પર હુમલો કરતા વાત બગડી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન (Pakistan) સામેની ક્રિકેટ મેચમાં ભારતનો (IndiaWin) ભવ્ય વિજય થયા બાદ ફટાકડા ફોડવાને મામલે મુસ્લિમ યુવકોએ તોફાન (Riots) મચાવી આખો વિસ્તાર માથે ઉપાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્ત સુમિત વાઢેરે જણાવ્યું હતું કે વિજય ઉત્સવના ભાગરૂપે ફટાકડા ફોડતા હતા ત્યારે કેટલાંક યુવકોએ આવી ‘ફટાકડા કેમ ફોડે છે?’ કહી ને હુમલો કરી જાતિ વિષયક ગાળો આપી હતી. માર્યા બાદ મન નહીં ભરાયું હોય તેમ મુસ્લિમોનું ટોળું ઘર પર હુમલો કરવા દોડી આવ્યું હતું. સુમિતે કહ્યું, 15 વર્ષમાં આ ત્રીજો હુમલો છે. અગાઉના એક હુમલા કેસમાં પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટના ધક્કા ખખડાવ્યા હતા. સોમવારની રાત્રે થયેલા હુમલામાં લાલગેટ પોલીસે એટ્રોસિટી સહિતની કલમ નો ઉમેરો કરી ફરિયાદ દાખલ કરી છે.

ઈજાગ્રસ્ત સુમિત વાઢેરે જણાવ્યું હતું કે ઘટના લગભગ સોમવારની રાત્રે 11 વાગ્યા પછીની હતી. ભારતના ભવ્ય વિજયની ઉજવણી માટે ફટાકડા ફોડી રહ્યો હતો. શેરીમાં ઉત્સવનો માહોલ હતો. ત્યારે કેટલાક મુસ્લિમ યુવકોએ દોડી આવી ફટાકડા કેમ ફોડો છો કહી? ગાળો આપવાનું શરૂ કર્યું હતું. કંઈ સમજ પડે તે પહેલાં ક્રિકેટ બેટ, સ્ટમ્પ વડે હુમલો કરી જાહેરમાં માર્યો હતો. હું દોડી ને મારા ઘરે જતો રહ્યો તો મુસ્લિમોનું ટોળું મારા ઘરને ઘેરી વળ્યું હતું. પોલીસનો આભાર વ્યક્ત કરું છું કે સમયસર દોડી આવી નહીંતર આ લોકોનો ઈરાદો આખા પરિવારને ખતમ કરી દેવાનો જ લાગતો હતો.

વધુમાં જણાવ્યું હતું કે મારા પર થયેલા હુમલાને લઈ આખું પરિવાર ભયભીત થઈ ગયું હતું. તેમ છતાં 108ની મદદથી મને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં એક્સરે સહિતના તમામ રિપોર્ટ નોર્મલ આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધા હતા. ત્યારબાદ આખું પરિવાર લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું. જ્યાં જાતિવિષયક ગાળો આપનાર તમામ સામે ફરિયાદ દાખલ કરી મને જાહેરમાં ફટકારનારાઓના નામ આપતા ગુનો દાખલ કરાયો હતો. પોલીસનું કહેવું છે કે સરકારી CCTV માં આખી ઘટના આવી ગઈ છે. જોકે હાલ હુમલાખોર તમામ ફરાર છે. પોલીસ શોધી રહી હોવાનું કહી રહી છે.

સુમિત વાઢેરે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ડ્રાઈવિંગ કરી પરિવારમાં આર્થિક રીતે મદદ રૂપ થઈ રહ્યા છે. પિતા સાથે સામાજિક કાર્ય કરતા હોવાથી આ વિધર્મીઓ અદાવત રાખી વારંવાર હુમલો કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષમાં આ ત્રીજો હુમલો છે. 2021ના હુમલામાં પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટના ધક્કા ખખડાવ્યા હતા. જેમાં હવે કોર્ટ પોલીસ પાસે ફરિયાદ ન લેવા બાબતે જવાબ માંગી રહી છે. સોમવારની રાતના હુમલામાં આખી ઘટના CCTV માં કેદ થઈ ગઈ હોવાથી અને તમામ અધિકારીઓએ જવાબ માગતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અમને બસ ન્યાય મળે એ જ અમારી માગણી છે.

મુસ્લિમોએ હિન્દુ યુવક પર સામી ફરિયાદ નોંધાવી
આ મામલામાં મુસ્લિમોએ હિન્દુ યુવક સુમિત વાઢેર પર સામી ફરિયાદ નોંધાવતા ટ્વીસ્ટ આવ્યો છે.સૈયદપુરા મિર્ઝા મંજિલમાં રહેતા મીકેનીક શાહરૂખ આફતાબ મિર્ઝાએ ફરિયાદમાં કહ્યું કે સૈયદપુરા મટન માર્કેટ પાસે રાત્રિના 11 કલાકે મહોલ્લામાં નાના છોકરા ક્રિકેટ રમતા હતા ત્યારે સુમિત વાઢેર તેમની પાસે આવ્યો હતો અને સુતળી બોમ્બ સળગાવી છોકરાઓ તરફ ફેંકતો હતો. જેથી મેં સુમિતને છોકરાઓ પર બોમ્બ ન ફેંકવા સમજાવ્યો હતો. ત્યારે સુમિતે ગાળો દેતા ઝઘડો થયો હતો. સુમિતે ઉશ્કેરાઈ જઈ મને પેટમાં લાગો મારી હતી. તેના મિત્રો વિજય અને પપ્પુ મને મારવા લાગ્યા હતા. સુમિતે કમરના ભાગેથી ચપ્પુ કાઢી ધમકી આપી હતી. આ કોઈનું સગુ નહીં થાય હવે પછી મારી સાથે જીભાજોડી કરીશ તો જાનથી મારી નાંખીશ. ત્યાર બાદ મહોલ્લાના લોકો ભેગા થઈ ગયા હતા. મને ઉલટી થતા મિત્રો મને સુફી હોસ્પિટલ લઈ ગયા હતા.

Most Popular

To Top