SURAT

પાડોશીને ઠપકો આપવો આભવાના વૃદ્ધને ભારી પડ્યો, પછી થયું આવું…

સુરત: શહેરના (Surat) આભવા ગામના ગણેશ ફળિયામાં રવિવારે સવારે એક ચોંકાવનારો (Socking) બનાવ બન્યો હતો. અહીં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે છુટ્ટા હાથની મારા મારી ઉપર ઉતરી આવ્યા હતાં. તેમજ આ સામાન્ય ઝગડામાં ધારીયા જેવા હથિયારોથી (Wapon) હુમલો કરાયા બાદ ફળિયામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઝગડામાં (Fight) બન્ને પક્ષના લોકોને ઇજા થતા તેમને સિવિલ ખસેડાયા હતા.

પિડીત સંજય પટેલના પરિવારે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા સામાવાળાનો દીકરો કારની ટક્કર મારી જતા ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી આજે સવારે હુમલો કરાયો છે. સંજયભાઈ અને ભત્રીજા રોમીને ગંભીર ઇજા થઇ છે. ધારીયા લઈ ગળા કાપવા હુમલો કરાયો છે. અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.

સંજય પટેના ભાઇ કેતન પટેલે જણાવ્યું હતું કે ઘટના આજે સવારની હતી. તેમના ભાભી લતાબેન ઘર આંગણે સફાઈ કરી રહ્યા હતા. દરમિયાન પાડોશમાં રહેતા બુટલેગર મનોજ મોહન અને તેમના પરિવારે હુમલો કરી દીધો હતો. પત્નીને બચાવવા જતા સંજય ભાઈ પણ ઘવાયા હતા.

તેમજ બચાવવા દોડેલા બાળકો પૈકી 22 વર્ષીય પુત્ર દીપને પણ ધારીયા વડે ઘા મરાયા હતા. ત્યારબાદ ભત્રીજા રોમીલને પણ જાહેરમાં ઘા મારી લોહી લુહાણ કરી દેવાયો હતો. સંજયભાઈ ઇન્ટરનેશનલ જહાજમાં નોકરી કરે છે. તેમજ હાલ થોડા દિવસ અગાવ જ તેઓ વિદેશથી વતન પરત આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલા પાડોશીમાં રહેતા મનોજભાઈ પુરપાટ ઝડપે કાર લઈને ક્યાંક જઇ રહ્યા હતા. દરમિયાન સંજયભઈન દીકરાને ટક્કર મારી દીધી હતી. સમગ્ર મામલે સંજય પટેલે તેમને ટક્કર મારવા બદલ ઠપકો આપ્યો હતો. જેના કારણે પાડોશી મનોજભાઇ અને તેમનો પરિવારે સાથે મળીને મારામારી પર ઉતરી આવ્યો હતો. જોકે ફળિયાના લોકોની મધ્યસ્થી બાદ વાત સમાધાન પર આવી ગઈ હતી.

પરંતુ અગાઉના ઝગડાની અદાવત રાખી રવિવારે સવારે પાડોશીઓ તેમજ તેમના પરિવારે ઠપકો આપનાર સંજય પટેલ અને તેમના પરિવાર ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સંજય ભાઈને કમરના ભાગે ઘા મારવામાં આવ્યા હતા. તેમના દિકરા દીપને પીઠ પર ઘા મરાયા હતા.

અગાઉ પાડોશી દ્વારા અકસ્માતમાં સપડાયેલા રોમીલને મોઢા પર ઘા મરાયા હતા. તેમજ કેતન પટેલના ભાઇના પત્ની લતાબેનને મૂઢ માર મરાયો છે. રોમીલ જન્મ જાત હૃદયરોગની બીમારી સાથે જીવી રહ્યો છે. તેમજ તેનું બે વાર બાયપાસ થઈ ચૂક્યું છે. આ વાતની જાણ પાડોશીને હોવા છતાં પણ એને જાહેરમાં માર મરાયો હતો.

Most Popular

To Top