National

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ઈરાને શરૂ કરી એર ડિફેન્સ ડ્રિલ

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) સાથેના તણાવ વચ્ચે ઈરાને (Iran) એર ડિફેન્સ ડ્રિલ શરૂ કરી છે. 16 જાન્યુઆરીના રોજ ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન (Balochistan) પ્રાંતમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના (Jaish Al-Adl) ઠેકાણાઓ પર હવાઈ હુમલો (Air attack) કર્યો હતો. આ હુમલામાં તેના બે નાગરિકો માર્યા ગયા હતા અને ત્રણ મહિલાઓ ઘાયલ (Injured) થઈ હતી. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને પણ ઈરાનમાં હવાઈ હુમલા કર્યા હતા. તેમજ 18 જાન્યુઆરીએ દક્ષિણપૂર્વ ઈરાનમાં (Southeast Iran) પાકિસ્તાનના જવાબી હુમલામાં નવ લોકો માર્યા ગયા.

પોતાની સરહદ પર હવાઈ હુમલા બાદ ઈસ્લામાબાદે ઈરાની રાજદૂતને દેશમાંથી કાઢી મૂક્યા હતા અને તેહરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા હતા. હવે ઈરાન તેના જવાબી હુમલામાં વિવિધ મિસાઈલો લોન્ચ કરી રહ્યું છે અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. આ સાથે જ ફાઈટર જેટ ઉડાન ભરી રહ્યા છે. દરમિયાન સમગ્ર મામલે ઈરાની એર ડિફેન્સ ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અલીરેઝા સબહફાર્ડે કહ્યું, ‘અમારી એર પાવર ખૂબ જ મજબુત છે અને આ અમારી કાર્યવાહીએ તેમાં સુધારો કર્યો છે. ઈરાનના દુશ્મનોએ આને ચેતવણી તરીકે લેવું જોઈએ. તેમજ આપણા દેશને કોઈએ ખરાબ નજર ન બતાવવી જોઈએ.

ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 900 કિલોમીટરની સરહદ
ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના હાલના તણાવથી મધ્ય પૂર્વમાં ચિંતા વધી છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પહેલેથી જ યુદ્ધ ચાલી રહ્યું છે. જણાવી દઇયે કે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 900 કિલોમીટરની સરહદ છે. 1988માં 8 વર્ષના ક્રૂર ઈરાન-ઈરાક યુદ્ધના અંત બાદ ઈરાનમાં આ પહેલો મિસાઈલ હુમલો હતો. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધોનો ઈતિહાસ છે. પરંતુ હાલની પરિસ્થિતીમાં બંન્ને પક્ષો તણાવ ઘટાડવા અંગે વધુ ધ્યાન કેંન્દ્રીત કરી રહ્યા છે.

બંને દેશોએ એકબીજાના વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા બાદ પાકિસ્તાનના ટોચના સૈન્ય અધિકારીઓ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એકઠા થયા હતા. દરમિયાન ઈસ્લામાબાદે શુક્રવારે કહ્યું હતું કે તે ઈરાન સાથે સ્ટેન્ડઓફ વધારવા માંગતો નથી. ઈરાનના વિદેશ મંત્રાલયે તેના પ્રદેશ પર પાકિસ્તાનના ડ્રોન હુમલાની નિંદા કરી હતી અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. આ સાથે જ તહેરાને સમગ્ર મામલે કહ્યું હતું કે અમે પાકિસ્તાન સાથે ‘સારા પાડોશી અને ભાઈચારા’ની નીતિનું પાલન કરીએ છીએ. બંને દેશોએ તેમના દુશ્મનોને તેહરાન અને ઈસ્લામાબાદ વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા કરવા દેવા જોઈએ નહીં.

Most Popular

To Top