Sports

સેમ કરનને આ ટીમે 18.50 કરોડમાં ખરીદયો, IPL હરાજીના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા

કોચી: ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL 2023) માટે ખેલાડીઓની હરાજી આજે કોચી ખાતે થઈ. આજની હરાજીમાં વિદેશી ખેલાડીઓ ખાસ કરીને ઈંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો. એક તરફ જ્યાં ઈંગ્લેન્ડના જો રૂટને કોઈ ટીમે ખરીદવા તૈયારી નહીં બતાવી ત્યાં બીજી તરફ ઈંગ્લેન્ડના સેમ કરન અને બેન સ્ટોક્સે રેકોર્ડ કિંમતમાં વેચાયા. આઈપીએલના પાછલા 15 વર્ષમાં કોઈ ખેલાડીને નથી મળી એટલી ઊંચી કિંમતે સેમ કરનને પંજાબ કિંગ્સે ખરીદયો છે. પંજાબ કિગ્સે સેમ કરનને ખરીદવા માટે રૂપિયા 18.50 કરોડ ખર્ચ્યા છે. આ અત્યાર સુધીની સૌથી ઊંચી બોલી છે. સેમ કરન ઉપરાંત ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ 16.25 કરોડ અને હેરી બ્રુક 13.25 કરોડમાં વેચાયા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર કેમરોન ગ્રીન પર મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડ ખર્ચ કર્યા છે.

IPL 2023 માં, હરાજીમાં કયા ખેલાડી કેટલા રૂપિયામાં વેચાયા

  • સેમ કરન (ઇંગ્લેન્ડ) – 18.50 કરોડ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
  • કેમેરોન ગ્રીન (Aus) – 17.50 કરોડ મુંબઈ ઈન્ડિયન્સ (આધાર કિંમત – 2 કરોડ)
  • બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) – 16.25 કરોડ ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
  • નિકોલસ પૂરન (WI) -16.25 કરોડ લખનૌ સુપર જાયન્ટ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
  • હેરી બ્રુક (ઈંગ્લેન્ડ) – 13.25 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ – 1.5 કરોડ)
  • જેસન હોલ્ડર (વેસ્ટ ઈન્ડિઝ) – 5.75 કરોડ રાજસ્થાન રોયલ્સ (આધાર કિંમત 2 કરોડ)
  • હેનરિક ક્લાસેન (સાઉથ આફ્રિકા) – 5.25 કરોડ સનરાઇઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 1 કરોડ)
  • કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) – 2 કરોડ, ગુજરાત ટાઇટન્સ (બેઝ પ્રાઈસ – 2 કરોડ)
  • ફિલ સોલ્ટ (ઇંગ્લેન્ડ) – 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
  • આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ) – 2 કરોડ સનરાઇઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત 2 કરોડ)
  • રિસ ટોપલી (ઇંગ્લેન્ડ) – 1.90 કરોડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આધાર કિંમત – 1.90 કરોડ)
  • ગેલ રિચર્ડસન (ઓસ્ટ્રેલિયા) – 1.5 કરોડ મુંબઈ ઈન્ડિયન્સ (આધાર કિંમત 1.50 કરોડ)
  • ઓડિયન સ્મિથ (WI) – 50 લાખ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 50 લાખ)
  • સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) – 50 લાખ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત 50 લાખ)

ભારતીય ખેલાડીઓ આટલામાં વેચાયા

  • મયંક અગ્રવાલ (ભારત) – 8.25 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ – 1 કરોડ)
  • અજિંક્ય રહાણે (ભારત) – 50 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 50 લાખ)
  • જયદેવ ઉનડકટ (ભારત) – 50 લાખ લખનૌ સુપર જાયન્ટ્સ (મૂળ કિંમત 50 લાખ)
  • ઈશાંત શર્મા (ભારત) – 50 લાખ દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત 50 લાખ)
  • મયંક માર્કેન્ડે (ભારત) – 50 લાખ, સનરાઇઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત 50 લાખ)
  • શેખ રાશિદ (ભારત) – 20 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત 20 લાખ)
  • વિવંત શર્મા (ભારત) – 2.60 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત 20 લાખ)
  • સમર્થ વ્યાસ (ભારત) – 20 લાખ, સનરાઈઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત 20 લાખ)
  • સનવીર સિંહ (ભારત) – 20 લાખ, સનરાઈઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત 20 લાખ)
  • નિશાંત સિંધુ (ભારત) – 60 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત 20 લાખ)
  • એન. જગદીશન (ભારત) – 90 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ (મૂળ કિંમત 20 લાખ)
  • શ્રીકર ભારત (ભારત) – 1.20 કરોડ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 20 લાખ)
  • ઉપેન્દ્ર યાદવ (ભારત) – 25 લાખ, સનરાઈઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 20 લાખ)
  • યશ ઠાકુર (ભારત) – 45 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ (મૂળ કિંમત 20 લાખ)
  • વૈભવ અરોરા (ભારત) – 60 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ (મૂળ કિંમત 20 લાખ)
  • શિવમ માવી (ભારત) – 6 કરોડ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત 40 લાખ)
  • મુકેશ કુમાર (ભારત) – 5.50 કરોડ, દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત 20 લાખ)

આ હરાજીમાં 405 ખેલાડીઓ પર બોલી બોલાઈ હતી. હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 131 વિદેશી ખેલાડીઓ છે. આ 132 ખેલાડીઓમાંથી 4 સહયોગી દેશોના છે. એકંદરે 119 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે. આ હરાજીમાં વધુમાં વધુ 87 સ્લોટ ઉપલબ્ધ છે એટલે કે વધુ ખેલાડીઓ ખરીદવામાં આવશે નહીં. 87 ખેલાડીઓમાંથી વધુમાં વધુ 30 ખેલાડીઓ જ વિદેશી હોઈ શકે છે. આ હરાજીમાં બધાની નજર બેન સ્ટોક્સ, સેમ કુરાન અને કેમેરોન ગ્રીન પર છે.

બેન સ્ટોક્સ અને સેમ કરનને ખરીદવા ટીમો વચ્ચે ચાલ્યો લાંબો જંગ
T-20 વર્લ્ડકપ 2022 જીતી ચેમ્પિયન બનનારી ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓને ખરીદવા માટે આઈપીએલની ટીમોમાં પડાપડી જોવા મળી હતી. હેરી બ્રુકને 13.25 કરોડની ઊંચી કિંમતે ખરીદયા બાદ સેમ કરન અને બેનસ્ટોકસ માટે પંજાબ કિંગ્સ, હેદરાબાદ સનરાઈઝર્સ સહિતની ટીમોએ ઊંચી બોલી લગાવી હતી. રાજસ્થાન, RCB, લખનૌ, CSKની ટીમોએ પણ આ ખેલાડીઓ માટે ઊંચી બોલી લગાવી હતી. આખરે સેમ કરનને પંજાબ કિગ્સે જ્યારે બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપરકિંગ્સે ખરીદવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના કેમરોન ગ્રીન માટે પણ છેક સુધી ટક્કર ચાલી હતી. જોકે, છેલ્લે મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડની રકમ ચૂકવી તેને ખરીદી લીધો હતો.

આ બે ખેલાડી છે અનસોલ્ડ
આઈપીએલ ઓકશનમાં બે ખેલાડીઓ હજુ અનસોલ્ડ છે. જેમાં એક દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન રિલે રોસો પણ હાલમાં વેચાયો નથી. રોસોની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.જ્યારે બીજા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ અનસોલ્ડ છે. પ્રથમ પ્રયાસમાં કોઈએ રૂટ ખરીદ્યો નથી.

ભારતીય ખેલાડી માટે આટલામાં વેચાયા
મયંક અગ્રવાલ ખરીદવા માટે પંજાબ કિંગ્સ, CSK અને સનરાઈઝર્સ હૈદરાબાદ મેદાનમાં હતા. કોઈ રસાકસી બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે મયંક અગ્રવાલને 8.25 કરોડમાં ખરીદી લીધો છે. જ્યારે અજિંક્ય રહાણે બેઝ પ્રાઈઝ 50 લાખમાં વેચાયા હતા.જેને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદી લીધા છે.

Most Popular

To Top