Sports

IPL માં કોહલીનો હાથ કેમ ઝાટકી નાંખ્યો હતો? નવીન ઉલ હકે કર્યો ખુલાસો

નવી દિલ્હી: આઈપીએલ 2023માં સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના ઝઘડાની થઈ હતી. એક મેચ દરમિયાન વિરાટ કોહલી અને અફઘાનિસ્તાનના નવીન ઉલ હક વિશે કોઈ બાબતે તૂ તૂ મેં મેં થઈ હતી. મેચ પૂરી થયા બાદ આ તૂ તૂ મે મે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને ટીમના ખેલાડીઓ મેદાન પર એક બીજાનો હેન્ડ શેક કરી રહ્યાં હતાં ત્યારે નવીન ઉલ હકે વિરાટ કોહલીનો હાથ ઝાટકી નાંખ્યો હતો જેના લીધે મેદાન પરનું વાતાવરણ તંગ બન્યું હતું. આ ઝઘડામાં બાદમાં ગૌતમ ગંભીર પણ ઉતરી પડ્યો હતો. જોકે, આ ઝઘડો કઈ બાબતે થયો તેનું મૂળ કારણ કોઈને જાણવા મળ્યું નહોતું ત્યારે હવે નવીન ઉલ હકે તે વિશે ખુલાસો કર્યો છે.

IPL 2023માં વિરાટ કોહલી (Virat Kohli) અને નવીન ઉલ હક (Naveen-ul-Haq) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની એક મેચ પુરી થયા પછી વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડા અંગે બોલતા નવીન ઉલ હકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું કોઈને ખોટું બોલતો નથી અને કોઈના ખોટા શબ્દો સાંભળવાનું પસંદ કરતો નથી. જો જો ભવિષ્યમાં ફરીવાર આવી સ્થિતિ ઉભી થશે તો મારી પ્રતિક્રિયા પહેલા જેવી જ રહશે.

કોહલીએ શું કર્યું હતું જેથી નવીનને ગુસ્સો આવ્યો?
નવીન ઉલ હકે પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે મેચ પુર્ણ થયા પછી હું પરત જઈ રહ્યો હતો ત્યારનો વીડિયો વાયરલ થયો છે. હું બીજા ખેલાડીઓની જેમ પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ સાથે હેન્ડશેક કરી રહ્યો હતો. હું એક બાદ એક ખેલાડીઓ સાથે હાથ મિલાવી આગળ વધી રહ્યો હતો ત્યારે કોહલી સાથે હેન્ડશેક કરી હું બીજા ખેલાડી તરફ આગળ વધતો હતો ત્યારે કોહલીએ મારો હાથ જોરથી પકડી લીધો હતો. હું પણ માણસ છું તો મે પણ તેમને સામે પ્રતિક્રીયા આપી અને તેમનો હાથ ઝાટકી દીધો હતો.

ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે ઝઘડો થયો હતો.
જો કે ત્યાર પછી લખનૌ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે જોરદાર ઝઘડો પણ જોવા મળ્યો હતો. IPL દ્વારા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને તેમની મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે નવીન-ઉલ-હકને તેમની મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો હતો.

સાચા માણસનો મરૂ ત્યાં સુધી સાથ આપીશ : ગૌતમ ગંભીર
વિરાટ કોહલી અને નવીન ઉલ હકના વિવાદ અંગે ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, નવીન-ઉલ-હક તેની જગ્યાએ સાચો હતો. જેથી મેં તેનો સાથ આપ્યો હતો. જો માણસ સાચો છે તો હું તેને મરૂ ત્યાં સુધી સાથ આપીશ.

Most Popular

To Top