Entertainment

જિયો સિનેમાએ લોન્ય ર્ક્યો પ્રીમિયમ પ્લાન, શું હવે IPL 2023ની મેચ જોવા માટે પૈસા ચૂકવવા પડશે?

મુંબઈ: TATA IPL 2023 આ વર્ષે જિયો સિનેમા (Jio Cinema) પર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે. ત્યારે જિયો સિનેમાએ IPL દરમિયાન જ પ્રીમિયમ પ્લાન (Jio Cinema Premium Plan) લોન્ચ કરીને ધમાકો ર્ક્યો છે. આ પ્રીમિયમ પ્લાન માટે OTT યૂઝર્સને ફી ચૂકવવી પડશે.

જિયો સિનેમાનો પ્રીમિયમ પ્લાન લોન્ચ થતાં જ યૂઝર્સના મનમાં સૌથી મોટો પ્રશ્ન ઉભો રહ્યો છે કે, શું હવે IPL2023 ની બાકી રહેલી મેચો જોવા માટે પૈસા ચૂકવવા પડશે. યૂઝર્સ માટે ખુશખબરી છે કે, તેઓ પહેલાંની જેમ જ ફ્રીમાં IPL 2023 સીઝનની મેચો જોઈ શકશે. 

IPL 2023ની મેચોને છોડી દેવામાં આવે તો જિયો સિનેમાએ પોતાનું પ્રીમિયમ પ્લાન લોન્ચ કરી દીધો છે. જેના માટેની કિંમત પણ નક્કી કરી દેવામાં આવી છે. જિયો સિનેમાના પ્રીમિયમ પ્લાનની વાર્ષિક ફી 999 રૂપિયા છે. યૂઝર્સને આ પ્લાન માટે એક વાર ફી ચૂકવવી પડશે અને પછી તેઓ એક વર્ષ સુધી જિયો સિનેમાના પ્રીમિયમ પ્લાનની મજા માણી શકશે. જિયો સિનેમાના પ્રીમિયમ પ્લાનની સાથે યૂઝર્સ સ્માર્ટફોન, ટીવી, ટેબલેટ પર કન્ટેટ સ્ટ્રીમ કરી શકશે.

પ્રીમિયમ પ્લાનની આ કિંમતમાં આ ધમાકેદાર શો જોઈ શકાશે
જિયો સિનેમા પ્રીમિયમ પ્લાનની ખરેદી કરનાર યૂઝર્સને ધમાકેદાર હોલીવુડ શો જોવા મળશે. જિયો સિનેમા પ્રીમિયમ પ્લાનના સબ્સક્રિપ્શન બાદ યૂઝર્સને એક્સક્લુઝિવ HBO કન્ટેટસ, હોલીવુડ શો, ડોક્યુમેન્ટ્રીઝ, Warner Bros. ફિલ્મના તમામ શો જોવાનું એક્સેસ મળી જશે. જિયો સિનેમાના સબ્સક્રિપ્શન માટે યૂઝર્સ યૂપીઆઈ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ફીની ચૂકવણી કરી શકે છે.

નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ વીડિયોને મળશે ટક્કર
જિયો સિનેમાના આ પગલાથી નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ વીડિયોને ટક્કર મળશે. યૂઝર્સ એક સાથે 4 ડિવાઈસ પર કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકે છે. આ પ્લાનના સાથે યૂઝર્સને 4K સુધીના રેઝયુલેશનમાં શો જોઈ શકશે. IPL 2023ની વચ્ચે જિયો સિનેમાએ પોતાનો પ્રીમિયમ પ્લાન લોન્ચ કરીને મોટી રમત રમી છે. 

જિયો સિનેમાનો આ પ્લાન હાઈ ઓડિયો અને વીડિયો ક્વોલિટીની સાથે યૂઝર્સને ફૂલ એન્ટરટેઈનમેન્ટ આપે છે. આ ઉપરાંત આ પ્લાનમાં યૂઝર્સને પ્રીમિયમ અને એક્સક્લુઝિવની સાથે ઓરિજનલ કન્ટેન્ટ પણ જોવા મળશે.

Most Popular

To Top