Sports

‘જો સમયસર ડોક્ટર પાસે ન ગયો હોત તો હાથ કાપવો પડ્યો હોત’, IPLના આ બોલરની સ્ટોરી છે કરૂણ

મુંબઈ: લખનૌ સુપર જાયન્ટસ (LSG)ના ફાસ્ટ બોલર મોહસિન ખાને (Mohsin Khan) મંગળવારે રાત્રે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સના વિરૂદ્ધ ટીમને યાદગાર જીત અપાવી હતી. જીત મળ્યા પછી તેણે પોતાની બીમારીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, જો હું ડોક્ટરો પાસે સમયસર પહોંચી શક્યો ન હોત તો મારો હાથ પણ કાપવો પડ્યો હોત.   

મુંબઈને છેલ્લી ઓવરમાં જીત માટે 11 રનોની જરૂર હતી. ક્રીઝ પર ટિમ ડેવિડ અને કૈમરન ગ્રીન જેવા આક્રમક બેટ્સમેન હતા પણ મોહસિને શાનદાર બોલિંગ કરીને ટીમને જીત અપાવી હતી. આ જીતથી લખનૌની ટીમ પ્લે ઓફમાં જગ્યા મેળવવામાં એક કદમ આગળ પહોંચી ગઈ છે.

ક્રિકેટ રમીશ એવી આશા પણ છોડી દીધી હતી
ગત વર્ષે મોહસિનના ખબાની સર્જરી કરવી પડી હતી. તેના જમણા ખભામાં લોહી ગંઠાઈ ગયું હતું. આ સર્જરીના કારણે તે પૂરા ઘરેલૂ સીઝન અને IPLની શરૂઆતની કેટલીક મેચ રમી શક્યો ન હતો. મોહસિને મેચ પૂર્ણ થયા પછી કહ્યું કે, ‘એક સમય હતો, જ્યારે મેં ક્રિકેટ રમવાની આશા છોડી દીધી હતી. કેમ કે, મારો હાથ ઉઠતો ન હતો, અનેક પ્રયત્નો ર્ક્યા પછી હાથ ઉઠતો હતો તો તે હલી શકતો ન હતો.’

તેણે કહ્યું કે, ‘આ ચિકિત્સા સંબંધિત બીમારી હતી. હું તે સમયને યાદ કરીને ગભરાઈ જાઉં છું. કેમ કે, ડોક્ટરોએ કહ્યું હતું કે, જો હું સર્જરીમાં હજુ એક મહિનાનો વિલંબ ર્ક્યો હોત, તો મારો હાથ પણ કાપવો પડ્યો હોત.’

24 વર્ષના ફાસ્ટ બોલરે કહ્યું કે, ‘કોઈ પણ ક્રિકેટરને આ બીમારી ન થવી જોઈએ. આ અજીબ રીતની બીમારી હતી. મારી ધમનીઓ પૂરી રીતે બંધ થઈ ગઈ હતી. તેમનામાં લોહી ગંઠાઈ ગયું હતું. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA), રાજીવ શુક્લા સર, ફ્રેન્ચાઈઝી (લખનૌ સુપર જાયન્ટસ), મારા પરિવારે આ મુશ્કેલ સમયમાં સમર્થન ર્ક્યું, સહયોગ આપ્યો.’

છેલ્લી ઓવરની યોજના વિશે મોહસિને કહ્યું કે, ‘સ્પષ્ટ છે કે તેનું દબાણ રહે છે. હું મૈદાનમાં તે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોત. જે સામાન્ય રીતે પ્રેક્ટિસ દરમિયાન કરે છે. હું 10 અથવા 11 રન બચાવવાનો વિચાર ન હતો કરી રહ્યો. હું આ 6 બોલ સારા નાંખવાનો વિચાર કરી રહ્યો હતો.’

આવી રહી મોહસિનની છેલ્લી ઓવર
પહેલો બોલ: કૈમરન ગ્રીન એક પણ રન બનાવી શક્યો નહીં
બીજો બોલ: કૈમરન ગ્રીને 1 રન બનાવ્યો
ત્રીજો બોલ: ટિમ ડેવિડે 1 રન બનાવ્યો
ચોથો બોલ: કૈમરન ગ્રીન રન બનાવવામાં નિષ્ફળ રહ્યો
પાંચમો બોલ: કૈમરન ગ્રીને 1 રન બનાવ્યો
છઠ્ઠો બોલ: ટિમ ડેવિડે 2 રન બનાવ્યા

મોહસિનના કરિયરની હાઈલાઈટ્સ
મોહસિને યૂપી માટે રણજી ક્રિકેટમાં મધ્ય પ્રદેશ વિરૂદ્ધ જાન્યુઆરી 2020માં ડેબ્યૂ ર્ક્યો હતો. આ તેનો અત્યાર સુધીની એકમાત્ર રણજી મેચ હતી. આ મેચમાં તેણે 2 વિકેટ લીધી. તેમજ લિસ્ટ એ(50 ઓવર મેચ)માં ડેબ્યૂ 7 ફેબ્રુઆરી 2018માં મહારાષ્ટ્ર વિરૂદ્ધ બિલાસપુરમાં ર્ક્યો હતો. તે 17 લિસ્ટ એ મેચોમાં 26 વિકેટ લઈ ચૂક્યો છે. તેમજ 38 ટી-20માં 49 વિકેટ લીધી છે.

Most Popular

To Top