Sports

IPL 2021 : આઇપીએલ સ્થગિત થઇ ત્યારે સટ્ટાબેટિંગનું ભૂત ધુણ્યું

કોરોનાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝન અધવચ્ચેથી અટકાવી (STOP IN HALF TOURNAMENT) દેવામાં આવી છે. આઇપીએલની અત્યાર સુધીની સિઝનોમાં પહેલીવાર (FIRST TIME IN HISTORY) એવું બન્યું છે કે જેમાં અધવચ્ચેથી કોઇ સિઝન અટકાવી દેવામાં આવી હોય. બીસીસીઆઇ (BCCI)નો ઇરાદો તો જો કે આઇપીએલ અટકાવવાનો નહોતો પણ ફ્રેન્ચાઇઝી માલિકો (FRANCHISE OWNER) અને વિદેશી ખેલાડીઓની માગને કારણે અંતે તેણે આઇપીએલને સ્થગિત કરવાનો વારો આવ્યો હતો.

આઇપીએલ સ્થગિત થયાના બે દિવસ પછી તેમાં ફિક્સીંગની પ્રવૃત્તિ થઇ હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેમાં પણ એવું જાહેર થયું છે કે ફિરોજ શા કોટલા મેદાનનો સફાઇ કર્મચારી સટોડિયાઓને પીચ સિડીંગ દ્વારા મદદ કરતો હતો. પિચ સિડીંગ એને કહેવાય છે કે જેમાં મેદાનમાં હાજર વ્યક્તિ ત્યાં શુ થયું તેની રજેરજની માહિતી આપે છે. મેચ અને ટીવી પ્રસારણ વચ્ચેના સમયના તફાવતનો તેઓ ફાયદો ઉઠાવીને તે અનુસાર બેટિંગ કરવામાં આવે છે. એસીયૂના એક અધિકારીએ આ કેસમાં એક વ્યક્તિને ઝડપ્યો તો હતો પણ તે લાગ જોઇને ભાગી છૂટ્યો હતો, આ સફાઇ કર્મચારીની માહિતી દિલ્હી પોલીસને સોંપી દેવાઇ છે. જો કે શંકાસ્પદ ગુનેગાર પોતાના બંને મોબાઇલ ફોન ત્યાં મુકીને ભાગવામાં સફળ રહ્યો હતો. એસીયૂની માહિતીના આધારે દિલ્હી પોલીસેઅન્ય એક કેસમાં કોટલામાંથી બેની ધરપકડ કરી હતી.

2જી મેએ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન આ બંને બોગસ આઇડી સાથે પકડાયા હતા. હવે વિચારવાની વાત એ છે કે જ્યારે કોરોનાના કારણે આઇપીએલમાં બાયો બબલ વચ્ચે હાઇ સિક્યોરિટી જેવી સ્થિતિમાં બોગસ આઇડી સાથે કોઇ ઘુસી જાય તે બાબત જ બીસીસીઆઇ માટે શરમનજનક કહી શકાય. આઇપીએલ ચાલુ હતી ત્યારે દિલ્હીમાં રમાયેલી કેટલીક મેચમાં આવી પ્રવૃત્તિ ચાલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ એવી બાબત છે કે જેમાં ફિક્સરો સીધી રીતે જોડાયેલા હોતા નથી પણ તેઓ તકનીકી ખામીનો ફાયદો ઉઠાવીને પોતાનો લાભ રળી લે છે. મેદાન પર ચાલતી મેચ અને એ મેચના ટીવી પ્રસારણ વચ્ચે થોડો સમયનો ફરક રહે છે. આવા સમયે મેદાનમાં હાજર સટોડિયાનો માણસ ફોન પર મેદાનમાં શું થયું તેની બોલ બાય બોલ માહિતી આપતો જાય છે અને ટીવી પર તે પ્રસારિત થાય તે પહેલા સટ્ટા બેટિંગ કરનાર વ્યક્તિ પોતાનો દાવ લગાવી લે છે અને એ રીતે તે ફાયદો કરે છે.

જો કે આ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે અને તે કોઇ રીતે યોગ્ય ગણી ન શકાય, પરંતુ સવાલ એ છે કે જ્યારે આઇપીએલ ચાલુ હતી ત્યારે આ વાત જાહેર કરવામાં કેમ ન આવી. એસીયૂ ચીફે આઇપીએલ સ્થગિત કરાયાના બે દિવસ પછી આ વાત જાહેર કરવાની ફરજ કેમ પડી. શું પહેલાથી જાહેર થયું હોત તો આઇપીએલની વિશ્વસનીયતા ઝાંખી પડવાની તેમને શંકા હતી.

Most Popular

To Top