Sports

IPL 2021: પૃથ્વીનો વિસ્ફોટક શો, દિલ્હી કેપિટલસે KKRને 7 વિકેટે હરાવ્યું

અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અહીં રમાયેલી એક મેચમાં દિલ્હી કેપિટલ્સ(DELHI CAPITALS)ના બોલરોના અંકુશિત પ્રદર્શનને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) મુકેલા 155 રનના લક્ષ્યાંકને પૃથ્વી શો(PRITHVI SHOW)ની વિસ્ફોટક બેટિંગ(DYNAMIC BATTING)ની મદદથી 16.3 ઓવરમાં 3 વિકેટના ભોગે 156 રન બનાવીને મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ માટે પૃથ્વી શોએ રનચેઝ અત્યંત સરળ બનાવી દીધો હતો તેણે હાલની સિઝનની સૌથી ઝડપી 18 બોલમાં અર્ધસદી ફટકારવા ઉપરાંત શિખર ધવનની સાથે 132 રનની ઓપનીંગ ભાગીદારી કરી હતી. ધવન 47 બોલમાં 46 રન કરીને આઉટ થયો હતો અ્ને પૃથ્વી શો 41 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રન કરીને આઉટ થયો હતો અને એ ઓવરમાં જ ઋષભ પંત પણ 8 બોલમાં 16 રન કરીને આઉટ થયો હતો. આ ત્રણેય વિકેટ પેટ કમિન્સે લીધી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગમાં ઉતારાયેલા કેકેઆરની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી અને શુભમન ગીલ સિવાયના તેના ટોપ ઓર્ડરના બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે 10.4 ઓવરમાં 75 રનના સ્કોરે તેમણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બોર્ડ પર 82 રન હતા ત્યારે ગીલ પાંચમી વિકેટ તરીકે પેવેલિયન ભેગો થયો હતો.

આન્દ્રે રસેલ અને દિનેશ કાર્તિક પાસે કોઇ મોટી તડાફડીની ટીમ આશા રાખતી હતી, ત્યારે કાર્તિક અંગત 14 રને આઉટ થયો હતો. જો કે તે પછી આન્દ્રે રસેલે બાકીની ઓવરોમાં થોડી ફટકાબાજી કરીને પેટ કમિન્સની સાથે 45 રનની ભાગીદારી કરીને સ્કોરને 154 રન સુધી પહોંચાડ્યો હતો. રસેલ 45 જ્યારે કમિન્સ 11 રને નોટઆઉટ રહ્યા હતા.

Most Popular

To Top