Gujarat

ગાંધીનગરના કડિયાનાકાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન પીરસાયું

ગાંધીનગર : રાજ્યના શ્રમયોગીઓના (Industrious) આર્થિક – સામાજિક ઉત્થાન માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી રાજ્ય સરકારની અનેક જનહિતલક્ષી યોજનાઓ કાર્યરત છે. ગુજરાતના વિકાસના પાયામાં રહેલા એવા શ્રમિક ભાઈ – બહેનોની પડખે રહી છે અને રહેશે, તેવું ગાંધીનગરના (Gandhinagar) સેક્ટર ૬માં (Sector 6) આવેલા કડિયાનાકાએ (Kadianaka) શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana) હેઠળ શ્રમિકોને ભોજન પીરસતા શ્રમ-રોજગાર મંત્રી (Minister of Labor and Employment) બ્રિજેશ કુમાર મેરજાએ (Brijesh Kumar Merja) કહ્યું હતું.

અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે: શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ કુમાર
બ્રિજેશ કુમાર મેરજાએ વધુમાં કહ્યું હતું કે શ્રમયોગીઓને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, મરચા અને ગોળ આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે 22 કડિયાનાકાઓ ઉપર અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આવનારા ટૂંક જ સમયમાં આ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે. ગુજરાતના વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન છે.

Most Popular

To Top