World

ઉઝબેકિસ્તાનમાં ભારતીય કંપનીના કફ સિરપથી 65 મૃત્યુ અંગે થયો ખુલાસો, 28 લાખની લાંચ આપવામાં આવી

નવી દિલ્હી: ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે 65 બાળકોના મોતનું (Death) કારણ બનેલ ભારતીય કફ સિરપ (Indian cough syrup) અંગે એક મોટો ખુલાસો થયો છે. ઉઝબેકિસ્તાનના (Uzbekistan) સરકારી વકીલોએ કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે ભારતીય કફ સિરપના વિતરકોએ ફરજિયાત પરીક્ષણ ટાળવા માટે સ્થાનિક અધિકારીઓને $33,000 (આશરે રૂ. 28 લાખ)ની લાંચ (Bribe) આપી હતી.

આ વાતની જાણ થતાં જ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. મધ્ય એશિયાઈ દેશે ગયા અઠવાડિયે મૃત્યુના સંબંધમાં 21 લોકો સામે કાર્યવાહી કરી છે જેમાંથી 20 ઉઝબેક નાગરિકો અને એક ભારતીય નાગરિક છે. પ્રતિવાદીઓમાંથી ત્રણ (એક ભારતીય અને બે ઉઝબેકિસ્તાની) નાગરિકો કુરામેક્સ મેડિકલના એક્ઝિક્યુટિવ છે. આ તે કંપની છે જે ઉઝબેકિસ્તાનમાં ભારતની મેરિયન બાયોટેકની દવાઓ વેચે છે.

ફરિયાદી સૈદકરીમ અકિલોવના જણાવ્યા અનુસાર, કુરમેક્સના સીઈઓ સિંહ રાઘવેન્દ્ર પ્રતારે કથિત રીતે સરકારી અધિકારીઓને તેના ઉત્પાદનોની ફરજિયાત તપાસ ટાળવા માટે US$33,000 ચૂકવ્યા હતા. જો કે, ફરિયાદીના નિવેદનથી તે સ્પષ્ટ થયું નથી કે કફ સિરપનું પરીક્ષણ ઉઝબેકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું કે શું ઉત્પાદકને ભારતમાં પરીક્ષણો કરવા વિનંતી કરવામાં આવી હતી.

વચેટિયાઓ દ્વારા લાંચ!
કોર્ટમાં નિવેદન આપનારે આરોપીએ સ્વીકાર્યું હતું કે લાંચની રકમ વચેટિયા મારફત સત્તાવાળાઓને આપવામાં આવી હતી. તેણે કહ્યું કે તે જાણતો નથી કે તે પૈસા પાછળથી કેવી રીતે અને કોણે વાપર્યા. 21 પ્રતિવાદીઓમાંથી સાતને એક યા બીજા ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાં કરચોરી, નીચી અને નકલી દવાઓનું વેચાણ, ઓફિસનો દુરુપયોગ, બેદરકારી, બનાવટી અને લાંચ લેવાનો સમાવેશ થાય છે.

ગયા વર્ષથી અત્યાર સુધીમાં 45 મૃત્યુ શા માટે અને કેવી રીતે થયા તે અધિકારીઓએ જણાવ્યું નથી. રાજ્યના વકીલોએ બુધવારે એમ પણ જણાવ્યું હતું કે કુરમેક્સે સિંગાપોર સ્થિત બે વચેટિયા કંપનીઓ મારફત મેરિઓન બાયોટેક દવાઓની આયાત મોંઘી કિંમતે કરી હતી, જેના કારણે કરચોરીના આક્ષેપો થયા હતા.

Most Popular

To Top