National

I.N.D.I.A.ની મીટિંગમાં મોટું અપડેટ, મમતાએ PM પદ માટે ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) આજે એટલે કે મંગળવારે વિપક્ષી પાર્ટીઓનું (Opposition Parties) ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇંક્લુસિવ અલાયંસ (INDIA)ની ચોથી બેઠક (Meeting) થઇ રહી છે. આ અગાઉ ઇન્ડિયા ગઠબંધનની ત્રણ બેઠક પટના, બંગલુરૂ અને મુંબઇમાં યોજાઇ હતી, જે બાદ તમામ તમામ વિપક્ષી દળો આજે દિલ્હી પહોંચ્યા છે. આ બેઠકમાં સામેલ થવા માટે કોંગ્રેસ (Congress) સહિત 27 વિપક્ષી પાર્ટીઓનો આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે નેતાઓને ઉમ્મીદ છે કે દરેક પાર્ટીઓના નેતા આ મીટિંગમાં હાજર રહે.

દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.ની ચોથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાંથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ મમતાના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.

મળતી માહિતી મુજબ વિપક્ષી પાર્ટીઓની આ મીટિંગ દિલ્હીના અશોકા હોટેલમાં બપોરે 3:00 વાગ્યેથી થઇ રહી છે. મમતા બેનર્જી, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર અને અખિલેશ યાદવ સહિતના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. આજની બેઠકમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને આ બેઠક યોજાઈ રહી છે. અલાયન્સ ઈન્ડિયામાં સામેલ પક્ષોના મુખ્ય નેતાઓની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે હાલમાં જ યોજાયેલી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં હિન્દીભાષી રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તામાંથી બહાર થવું પડ્યું હતું જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી હતી. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયો હતો. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીઓને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં વિપક્ષી ગઠબંધનની આ બેઠક ઘણી મહત્વની છે.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનર્જી ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ, ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીઓ હાજર રહેશે. સીએમ ઉદ્ધવ ઠાકરે દિલ્હી પહોંચી ગયા છે. વિપક્ષી ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે ટીએમસી ચીફ મમતા બેનર્જીએ કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે.

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદે દાવો કર્યો હતો કે ‘I.N.D.I.A.’ આવતા વર્ષે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવી દેશે. તેમણે કહ્યું કે મતોના વિભાજનને રોકવા માટે અમે એક સીટ, એક ઉમેદવારની ફોર્મ્યુલા પર ચૂંટણી લડીશું. તેમણે દાવો કર્યો કે આ વખતે અમે કેન્દ્રમાં સરકાર બનાવીશું. તમને જણાવી દઈએ કે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. બેઠકમાં બેઠકોની વહેંચણી, સંયુક્ત જાહેર સભાઓ અને આગામી લોકસભા ચૂંટણી માટે રણનીતિ બનાવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

Most Popular

To Top