Charchapatra

ભારત પોતાની યુદ્ધ ક્ષમતા વધારે

તાજેતરમાં ‘મિલિટરી ડાયરેક્ટ’ નામની વેબસાઈટ દ્વારા બહાર પડાયેલા એક અધ્યયન મુજબ સુપર પાવર દેશ અમેરિકાને પછાડી ચીની સેના પોતાના સતત આધુનિકરણ દ્વારા નંબર-1 ના સ્થાને ગોઠવાઈ ગઈ છે. આ અભ્યાસ મુજબ અમેરિકા-2 નંબરે અને રશિયા-3 નંબરે રહ્યું છે અને ભારતીય સેના 4 નંબરે બિરાજમાન થઈ છે.

ભારતીય સેનાના પક્ષે અનેક કમજોરીઓ છે જે પુરી કરવાની જરૂર છે. ભારતીય સેનાનો વિકાસ માત્ર સ્થાનીક યુદ્ધ લડવા માટેજ કરાઈ રહ્યો છે. જ્યારે ચીન વિશ્વના ગમે તે ખૂણે યુદ્ધ લડવા તૈયાર છે. ભારત પાસે એકજ વિમાન વાહક યુદ્ધ જહાજ છે પરંતુ બીજું હોવું જરૂરી છે વળી એની ઉપર વિશ્વના ગમે તે ખુણે પ્રહાર કરી શકે એવી શક્તિશાળી બેલેસ્ટિક મિસાઈલો હોવી જરૂરી છે.

ભારત પાસે 17 સબ મરિનો છે પરંતુ એની પાસે જરૂરી શસ્ત્રો ન હોવાથી એની હાલત દાંત-નખ વગરના વાઘ જેવી છે. જ્યારે ચીની સબમરિનો અને યુદ્ધ જહાજો 14000 કી.મી. સુધી પ્રહાર કરી શકે એવા મિસાઈલોથી સજ્જ છે. અરબ મહાસાગરમાં તરતી ચીની સબમરિન અમેરિકા ઉપર લોખંડી પ્રહાર કરી શકે છે. આપણું એકપણ યુદ્ધ જહાજ કે સબમરિન આવી ક્ષમતા ધરાવતું નથી ! ભારતીય નેવીએ આ અધુરપ પુરવાની જરૂર છે.

હવેના યુદ્ધ ટેકનોલોજીકલ ક્ષમતાના જોરે લડાશે તેથી આપણી ભૂમિદળ પાસે 200 થી વધારે ફાઈટર ડ્રોન વિમાનો હોવા જરૂરી છે. ચીનનો ખતરો અને એની માસ્ક ક્ષમતાઓ જોતા ભારતીય સેનાનું ઝડપી આધુનિકરણ કરવું અત્યંત જરૂરી છે. નહીં તો ચીન સાથેનો મુકાબલો ભારતને ભારે પડવાની પુરી શકયતા છે.

સુરત     – જીતેન્દ્ર પાનવાલા         -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top