આતંકવાદીઓને કાશ્મીરની પ્રજા જ પોષે છે

આઝાદી કાળથી કાશ્મીરી પ્રજા અને એના નેતાઓ ભારતને પોતાનો દેશ ગણતા જ નથી. આ બધાંના ચહેરો પાકિસ્તાન તરફ જ રહેતો આવ્યો છે. ભારત સરકારે કાશ્મીરની પ્રજાના ઉત્થાન માટે આજ લગી કરોડોના રૂપિયા ખરચ્યાં છે. પણ એ નગુણી પ્રજા ભારતને તિરસ્કારો છે. એવું અનેક પ્રસંગોએ સાબિત થતું આવ્યું છે.

કાશ્મીરમાંથી 370મી કલમ રદ કરી એનો કેટલા કાશ્મીરીઓએ હૃદયથી સ્વીકાર કર્યો છે. એની ખોજ કરવા જેવી છે. પાકિસ્તાનમાંથી તૈયાર થઇને આવતા આતંકવાદીઓ, કાશ્મીરીઓના મોંઘેરા મહેમાન બનતા રહ્યા છે અને પછી લાગ જોઇને છેતરીને આપણા સૈનિકો ઉપર જીવલેણ હુમલા કરતા રહ્યા છે.

કાશ્મીરીઓની આતંકવાદીઓ તરફની મીઠી નજરને કારણે જ કાશ્મીરની સરહદ ઉપરર અવાર-નવાર આતંકવાદીઓ ત્રાટકતા રહ્યા છે અને હાથનાં કરેલા હૈયે વાગે  એ ન્યાયે, ક્યાંક આતંકવાદીઓની ગોળીઓનો ભોગ ખુદ કાશ્મીરની પ્રજા જ બનતી હોય છે. કાશ્મીરીઓને સીધા કરવા માટે અતિ કડક પ્રશાસનની જરૂર છે.

સુરત     – બાબુભાઇ નાઇ  -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts