સોશ્યલ નેટવર્ક વડે ફેસબુક, વોટસેપ વગેરે મળ્યાને આપણી અંગતતા છીનવાઇ ગઇ

હમણાં એક નાનકડો પણ ખૂબ સુંદર મેસેજ વાંચવા મળ્યો. જે માનવ જાતને ઘણી મોટી શીખ આપતો જાય છે.  નોબલ વિજેતા ડેસમંડ ટુટૂ એ એકવાર કહ્યું કે ‘જયારે મીસનરીઓ આપ્રિકા આવ્યા ત્યારે એમની પાસે ફકત ‘બાઇબલ’ હતું અને આફ્રિકાની પાસે વિશાળ જમીન હતી.’

મસનરીઓએ કહ્યું ‘અમે અહીં તમારા માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ’ પ્રાર્થનાનું નામ સાંભળતા જ આફ્રિકનોએ આંખો બંધ કરી દીધી ઘણા સમય પછી આંખો ખોલી ત્યારે તેઓના હાથમાં ‘બાઇબલ’ આવ્યુ અને મીસનરી પાસે જમીન ગઇ. એજ પ્રમાણે જયારે સોશિયલ નેટવર્ક સાઇટસ આવી તો એમની પાસે ફેસબુક અને વોટસઅપ હતું. અને આપણી પાસે આઝાદી અને આપણી પોતાની જીંદગી હતી.

નેટવર્ક કહ્યું ‘આ બધુ મફતમાં મળશે.’ અને આપણે આંખો બંધ કરી દીધી. અને એમને અપનાવી લીધા જયારે આંખો ખોલી ત્યારે આપણી પાસે ફેસબુક, વોટસઅપ, યુ ટયુબ અને ન જાને શું શું આવ્યું અને એ લોકો પાસે આપણી આઝાદી, આપણી નિજી જીંદગી અને આપણી નીજી જાણકારીઓ ગઇ. યાદ રાખો… જયારે કોઇ ચીજ મફતમાં મળતી હોય તો ગુપ્ત સ્વરૂપે આપણે એની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. સમજાય તેને વંદન.

સુરત     – રેખા. એમ. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts