ભારતની અગ્નિપરીક્ષા થઈ રહી છે

જે પંજાબની પ્રજાએ 1857થી આઝાદી મળી તે વર્ષ દરમિયાન આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશને આજાદી મળે તે માટે હજારો પંજાબી ક્રાંતિવીરોએ પોતાના લોહી રેડી દેહના બલિદાન આપી આઝાદીના વટવૃક્ષનું સિંચન કર્યું પંજાબના ક્રાંતિવીરોએ આઝાદીની જ્યોત પ્રજવલિત રાખી.

એજ પંજાબવાસીઓએ લાલકિલ્લા ઊપર ઉમલો કરી. જેમ ટ્રમ્પે ત્યાની સંસદમાં હૂમલો કરાવી અમેરિકાના લોકશાહીને લાંચન લગાડ્યું તેજ રીતે ભારતીય લોકશાહીને કલંક લાગ્યુ. 71 વર્ષની લોકશાહી કે સહુથી દુનિયાના મોટી લોકશાહીના લલાટ પર કલંકની કાલી ટીલી લાગી ગઈ.

શક્ય છે કે ભારત-ભાજપની વધતી જતી લોકપ્રીયતા, ઈર્ષાથી દેશના દુશ્મનોએ યુવાન અને ખેડૂતોને ઊશ્કેર્યા હોય હાલની તકે ખેડૂતો અને સરકારે પોતાના પૂર્વગ્રહોથી પર થઈ સાચી પરિસ્થિતિ પારખવી જોઈએ. આજે ભારતની અગ્નિપરિક્ષા થઈ રહી છે. દેશના દુશ્મનો મોકાની રાહ જોઈ રહ્યા છે.

હવે બંને પક્ષે ન્યાય થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે જરૂરી છે. સરકારે ઊદાર મન રાખી ખેડૂતોએ જીદ છોડી આંદોલન પાછુ ખેચાવુ જોઈએ અત્રે એ યાદ રહે કે કોઈ પણ આંદોલન લાંબા સમય સુધી ચાલે તો પ્રજાની સહાનુભૂતિ ખોઈ શકે છે સ્વયંમ શિસ્ત એ લોકશાહીની પ્રથમ શરત છે. પૂ.ગાંધી બાપુ કહેતા કે હિંસાના પાયા પર કોઈ ટકાઉ ઈમારતનું ચણતર કરી શકાય નહી.

સુરત     – મુકુંદરાય ડી.જાગણી       -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts