પોશાક એવો કે જે વ્યકિતત્વને શોભાવે

પોશાક એટલે કે પરિધાન એ આપણા વ્યકિતઓની ઓળખ છે. સુંદરતાની વ્યાખ્યા તો દરેકને માટે અલગ અલગ હોય છે. વ્યકિતને સુંદર બનાવવામાં સુંદર અને સુવ્યવસ્થિત પોષાકોનો મહત્વનો ફાળો છે.

આમ તો પોશાક એ દરેકની પોતાની આગવી પસંદ ઉપર આધારિત છે, છતાંપણ પોશાક હંમેશા એવો પસંદ કરવો કે જે તમારા શરીરના ઘાટ અને રંગને અનુરૂપ હોય. ખાસ કરીને સ્ત્રીઓ માટે પોશાક એ એમના અંગનું એક ઘરેણું છે. સ્ત્રીઓના પોશાકમાં સાડી, સલવાર, કુર્તા, જીન્સ, સ્કર્ટ, ફ્રોક જેવા ઘણાં બધા પરિધાનો છે.

પહેલાના જમાનામાં સ્ત્રીઓ હંમેશા સાડી જ પહેરતી હતી. પરંતુ હવે 21મીસ દીમાં સાડી ભૂલાય ગઇ છે. મિત્રો, આજકાલ ટીવી સિરિયલો અને બોલીવુડની ફિલ્મોનું આંધળુ અનુકરણ કરીને યુવતીઓ અને સ્ત્રીઓ ફેશન પાછળ ગાંડા થઇને વગર વિચારે દેખાદેખીમાં ગમે તેવા કપડા પહેરે છે અને વધુ ફેશનેબલ દેખાવા માટે તેઓ જે પ્રકારના ઉત્તેજક અને અંગપ્રદર્શનવાળા કપડા પહેરે છે તેના લીધે તેઓ જાહેરમાં મજાકને પાત્ર બને છે.

દોસ્તો કયારેક તો સ્ત્રીઓ છેડતીનો ભોગ પણ બને છે. જે આપણા માટે શરમજનક છે. હું દરેક નારી, સ્ત્રીઓ અને નાની બાળાઓને કહેવા માંગું છું કે માત્ર ફેશન ખાતર નહિ પરંતુ આપણા શરીર પર સારા લાગે એવા કપડાં પહેરવા જોઇએ. આમ તમે કપડાની પસંદગી યોગ્ય કરશો તો એને પહેરીને તમે બધાની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર અને પ્રશંસાને પાત્ર બનશો.

અમરોલી          – પટેલ આરતી જે -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts