Business

હવે 20 કરોડની નહીં 200 કરોડ જોઇએ…મુકેશ અંબાણીને ઇ-મેઇલ પર મળી જાનથી મારવાની ધમકી

નવી દિલ્હી: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ (Businessman) મુકેશ અંબાણીને (Mukesh Ambani) જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ અગાઉ 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ હવે તેણે આ રકમ વધારીને 200 કરોડ રૂપિયા કરી દીધી છે. મુકેશ અંબાણીને ઈમેલ (E-Mail) દ્વારા ધમકી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ પૈસા નહીં ચૂકવે તો તેમને પોતાનો જીવ ગુમાવવો પડશે.

આ ધમકી 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીના ઈમેલ પર આવી હતી. તે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે. જો કે મુકેશ અંબાણીને આ પહેલા પણ ધમકીઓ મળી ચુકી છે. વસૂલાતની માંગ કરનાર વ્યક્તિએ પ્રથમ વખત 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. બીજી વખત મેઈલ કરતી વખતે ગુનેગારે જણાવ્યું કે અગાઉના ઈમેલનો જવાબ ન આપવાને કારણે વસૂલાતની રકમ 20 કરોડથી વધારીને 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ આ વખતે પણ એ જ ઈમેલ એકાઉન્ટમાંથી મુકેશ અંબાણીના ઈમેલ આઈડી પર મેઈલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે, ‘તમે હજુ સુધી અમારા ઈમેલનો જવાબ આપ્યો નથી, રકમ 200 કરોડ રૂપિયા છે, નહીં તો ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. (U have not responded to our email now the amount is 200 crore otherwise the death warrant is signed)’ તમને જણાવી દઈએ કે આ પહેલા 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીના ઈમેલ પર ધમકીભર્યો મેલ આવ્યો હતો, જેમાં પહેલીવાર 20 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.

અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ એક વ્યક્તિએ દક્ષિણ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફોન કર્યો હતો. તેણે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ફોન કરનારે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની હત્યા કરવાની ધમકી આપી હતી. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી.

Most Popular

To Top