Sports

Asian Para Games 2023: હાંગઝોઉમાં 111 મેડલ જીતી ભારતીય એથ્લેટ્સે ઈતિહાસ રચ્યો

નવી દિલ્હી: ભારતીય પેરા એથ્લેટ્સે (Indian Para Athletes) શનિવારે ઈતિહાસ રચ્યો હતો જ્યારે તેઓએ હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં (Asian Para Games 2023) 111 મેડલ સાથે તેમના અભિયાનનો અંત કર્યો હતો, જે કોઈપણ મોટી આંતરરાષ્ટ્રીય મલ્ટિ-સ્પોર્ટ ઇવેન્ટમાં દેશ (India) માટે સૌથી મોટી સિદ્ધિ છે. પેરા એથ્લેટ્સે 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ સાથે કુલ 111 મેડલ જીત્યા હતા.

ભારતીય પેરા એથ્લેટ્સે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન આયોજિત હેંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે જીતેલા 107 મેડલના રેકોર્ડ કરતાં ચાર વધુ મેડલ જીત્યા. ભારતે એશિયન ગેમ્સમાં પણ 100થી વધુ મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે એશિયન ગેમ્સમાં ‘આ વખતે 100 પાર કરો’ના લક્ષ્ય સાથે પ્રવેશ કર્યો હતો અને તેને પાર કરી લીધો હતો. હવે ભારતે પેરા એશિયન ગેમ્સમાં પણ ઈતિહાસ રચ્યો અને 100થી વધુ મેડલ જીત્યા. પેરા એશિયન ગેમ્સમાં અગાઉનો રેકોર્ડ 72 મેડલનો હતો.

ભારતીય પેરા ખેલાડીઓએ 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ જીત્યા હતા. આ પહેલા ભારતે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 107 મેડલ જીત્યા હતા. ભારત મેડલ ટેબલમાં પાંચમા સ્થાને છે. ચીન 521 મેડલ (214 ગોલ્ડ, 167 સિલ્વર અને 140 બ્રોન્ઝ) સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ઈરાન 131 (44 ગોલ્ડ, 46 સિલ્વર અને 41 બ્રોન્ઝ) મેડલ સાથે બીજા સ્થાને છે. જાપાન ત્રીજા અને કોરિયા ચોથા ક્રમે છે.

પ્રથમ પેરા એશિયન ગેમ્સ 2010માં ગુઆંગઝુમાં યોજાઈ હતી જેમાં ભારત 14 મેડલ જીતીને 15મા ક્રમે રહ્યું હતું. 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પ્રથમ વખત 100થી (101) વધુ મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓએ એથ્લેટિક્સમાં સૌથી વધુ 55 મેડલ જીત્યા જ્યારે બેડમિન્ટન ખેલાડીઓએ 4 ગોલ્ડ સહિત 21 મેડલ જીત્યા. ચેસમાં 8 અને તીરંદાજીમાં 7 મેડલ જીત્યા હતા જ્યારે શૂટર્સે 6 મેડલ જીત્યા હતા.

Most Popular

To Top