Sports

IND-AUS પહેલી વન-ડે: 4 વિકેટ વહેલી પડી જતા ભારત માટે 189નો ટાર્ગેટ પણ મુશ્કેલ બન્યો

મુંબઈ: ભારતીય ટીમ (Team India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની (ODI Series) પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટનશીપ સંભાળતા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના બોલરે ભારે તરખાટ મચાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 188 રન પર ઓલઆઉટ થઈ હતી. જોકે, ઓસ્ટ્રેલિયન બોલરોએ વળતો પ્રહાર કરતા ભારતે પણ સસ્તામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે 39 રનમાં જ 4 વિકેટ ગુમાવી દેતા 189નો ટાર્ગેટ પણ મુશ્કેલ દેખાવા લાગ્યો હતો.

ભારતનો 189 રનનો ટાર્ગેટ
ભારતીય ટીમને પ્રથમ વનડે જીતવા માટે 189 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 35.4 ઓવરમાં 188 રનમાં સમેટાઈ ગઈ હતી. એડમ ઝમ્પા આઉટ થનાર છેલ્લો ખેલાડી હતો જેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. જો જોવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ તેની છેલ્લી પાંચ વિકેટ 19 રનમાં ગુમાવી દીધી હતી. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમણે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 81 અને જો ઈંગ્લિસે 26 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પાંચ બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.

ICC વન-ડે રેન્કિંગસમાં નંબર વન બોલર બનનાર સિરાજે ટ્રેવિસ હેડને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ માર્શ અને સ્મિથે ટીમની ઈનિંગને સંભાળી હતી. બંને વચ્ચે 63 બોલમાં 72 રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સ્મિથ 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન મિચેલ માર્શે પોતાના વન-ડે કરિયરની 14મી ફિફ્ટી ફટકારી હતી. જોકે તે સદી ચૂકી ગયો હતો. રવીન્દ્ર જાડેજાએ તેને 81 રને આઉટ કર્યો હતો.

આ પછી જાડેજાએ લાબુશેનનો શાનદાર કેચ કર્યો હતો. તેમણે લાંબી ડાઇવ મારીને લાબુશેનનો કેચ કર્યો હતો. કુલદીપને પહેલી સફળતા મળી હતી. સ્પિનર ​​કુલદીપ યાદવે 139 રન પર ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો આપ્યો હતો. માર્નસ લબુશેન 22 બોલમાં 15 રન બનાવીને જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. મોહમ્મદ શમીને વધુ એક સફળતા મળી છે. તેણે બેક ટુ બેક ત્રણ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેશને આઉટ કર્યા બાદ શમીએ કેમરૂન ગ્રીનને બોલ્ડ કર્યો હતો. અને ત્યાર બાદ શમીએ માર્કસ સ્ટોઇનિસને શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સ્ટોઇનિસે 5 રનનું યોગદાન આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 31.4 ઓવરમાં સાત વિકેટે 184 રન છે. ગ્લેન મેક્સવેલ 8 અને સીન એબોટ 0 રન પર રમી રહ્યા છે. ગ્રીને 19 બોલમાં 12 રન બનાવ્યા હતા. આ પહેલા મોહમ્મદ શમીએ ઈંગ્લેશને આઉટ કર્યો હતો. ઇંગ્લિસે 27 બોલમાં 26 રન બનાવ્યા જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 28 ઓવરમાં પાંચ વિકેટે 169 રન બનાવ્યા હતા. શમીએ માર્કસ સ્ટોઇનિસને આઉટ કર્યો હતો. તો આ પછી જાડેજાએ બીજી વિકેટ લીધી હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ પડી છે. મોહમ્મદ સિરાજે સીન એબોટની વિકેટ લીધી હતી. એબોટ 0 રન બનાવીને આઉટ થયો હતો અને તેનો કેચ શુભમન ગીલે પકડ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 33.4 ઓવરમાં નવ વિકેટે 188 રન છે.

ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ નિયમિત કેપ્ટન પેટ કમિન્સ નથી. આવી સ્થિતિમાં સ્ટીવ સ્મિથ પોતાની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહ્યો છે. આ વર્ષના અંતમાં ભારત દ્વારા ODI વર્લ્ડ કપની યજમાની થવાની છે. આવી સ્થિતિમાં, વર્લ્ડ કપને લઈને બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટીમ ઈન્ડિયાએ બે સ્પિનર્સને પ્લેઇંગ-11માં જગ્યા આપી છે. જેમાં રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ છે. તો ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ શમી અને મોહમ્મગદ સિરાજની સ્થા હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ઠાકુર છે. ટીમ ઈન્ડિયા પાંચ મેઇન બોલર્સ સાથે ઉતરી છે. મુંબઈ વનડે પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું કે વિકેટકીપર એલેક્સ કેરી બીમાર છે અને ઘરે પરત ફર્યો છે. તેના સ્થાને જોશ ઈંગ્લિસને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

બંને ટીમોના પ્લેઇંગ-11
ભારતીય ટીમઃ શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયન ટીમઃ ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.

Most Popular

To Top