Dakshin Gujarat

વલસાડના 8 વેપારીઓએ ભરોસા પર માલ તો આપ્યો પણ પછી પછતાયા

વલસાડ : વલસાડ (Valsad) અબ્રામા ખાતે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ ખોલીને ઠગ ટોળકીએ (Fraud Gang) આઠ વેપારીઓ પાસેથી અલગ અલગ જગ્યા પરથી સામાન મંગાવીને રૂ.૧૩.૫૭ લાખના ચેક આપી દીધા હતા. જે ચેક બાઉન્સ થતા વેપારીઓ પૈસા લેવા ગયા હતા. ત્યારે ઠગ ટોળકી ઓફિસ બંધ કરીને ભાગી છૂટી હતી. રૂ.૧૩.૫૭ લાખની છેતરપિંડી (Fraud) કરતાં તેઓની વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

  • વલસાડમાં ઓફીસ ખોલીને વેપારીઓ પાસેથી સામાન મંગાવી ઠગ ટોળકીએ નાણાં ચુકવ્યા નહીં
  • આઠ વેપારીઓ પાસેથી સામાન મંગાવીને રૂ.૧૩.૫૭ લાખનો સામાન લઇ ઓફિસ બંધ કરીને ટોળકી ભાગી છૂટી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના તિથલ રોડ એન્કર હાઈટની પાછળ આવેલી નીલકંઠ રેસિડન્સીમાં રહેતા ચેતન રમેશચંદ્ર પટેલ તેઓ સંજીવની મેડિકલ સ્ટોરની સામે કેરીઝોન નામની લેપટોપ કોમ્પ્યુટરની દુકાન ચલાવે છે. ગત તા.21/04/22 ના રોજ ચેતનભાઇ ઉપર ફોન આવ્યો હતો. વલસાડના અબ્રામા સાફી હોસ્પિટલની બાજુમાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવીએ છીએ. અમને બે લેટેસ્ટ લેપટોપની જરૂર છે, જેથી ચેતનભાઇ પોતાની દુકાનમાંથી ડેલ કંપનીના બે લેપટોપ જેની કિં.૧.૨૮ લાખ હોય લેપટોપ અને બીલ લઈને એમના કારીગર સાથે વલસાડના અબ્રામા લક્ષ્મી એન્ટરપ્રાઇઝની ઓફિસમાં મોકલાવ્યા હતા. ત્યાંથી જગદીશભાઈ એ રૂ.૧.૨૮ લાખનો વલસાડના હાલર રોડ ઉપર આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કનો ચેક આપ્યો હતો. ગત તા.22/04/ 22 ના રોજ આ ચેક વાપી કોટક મહેન્દ્ર બેન્કમાં નાંખતા ચેક બાઉન્સ થયો હતો.

જેથી ચેતનભાઇ તાત્કાલિક એના કારીગરને વલસાડના અબ્રામા આવેલી લક્ષ્મી એન્ટરપ્રાઇસની ઓફિસમાં મોકલાવ્યા હતા. પણ ઓફિસ બંધ જોવા મળી હતી. જે નંબરથી ફોન આવ્યા હતા તે નંબર પર ફોન કરતાં ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયો હતો. જેથી ચેતનભાઇ વલસાડ પોલીસ મથકે આવતા તેને અન્ય વિગત જાણવા મળી હતી કે, મારી સાથે નહીં પણ અન્ય સાત જેટલા અન્ય વેપારીઓ સાથે વલસાડમાં રહેતો પ્રકાશ, વડોદરામાં રહેતો બાલકૃષ્ણ જગદીશ ઠક્કર, આણંદમાં રહેતો જગદીશ શાંતિભાઈ ભોઈ આ ત્રણેય જણાય વલસાડના અબ્રામા લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવીને સાત જેટલા વેપારીઓ પાસેથી રૂ.૧૩.૫૭ લાખની છેતરપિંડી કરી ઓફિસ બંધ કરીને ભાગી છૂટ્યા હતા. જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઇ છે.

  • કયા કયા દુકાનદારો પાસેથી છેતરપિંડી કરી
    ૧. વલસાડના ધરમપુર ચાર રસ્તા ઉપર પરમ ટાયરની દુકાનમાં ૬ એમઆર એફ ટાયરની જેની કિં.રૂ. ૮૪૭૦૦
    ૨. બીલીમોરામાં સોફા સેવન સ્ટાર દુકાનમાં પ્લાસ્ટીકની ખુરશી પર કન્યાદાનનું પેકેજ રૂ. ૩.૨૭ લાખ
    ૩. વલસાડની સાંઇ કૂલજોન નામની દુકાનમાંથી એસી જેની કિં.રૂ. ૧.૪૧ લાખ
    ૪. વલસાડમાં શિવ શક્તિ ટ્રેડિંગ નામની દુકાનમાંથી સામાન જેની કિંમત રૂ. ૨.૨૧ લાખ
    ૫. વલસાડ પાટીદાર પેન્ટસના અલગ-અલગ કંપનીના કલર જેની કિં.૩.૮૭ લાખ
    ૬. વલસાડમાં સિસ્ટમ હબ હીક વિઝન નામના કૅમેરા ડેલનાના બે લેપટોપ જેની કિં.રૂ.૩૭.૫૦૦
    ૭. વલસાડમાં હરી ઇલેક્ટ્રોનિક દુકાનમાંથી બે ફીજ જેની કિં.રૂ.૫૭૯૦૦ મળી કુલ રૂ. ૧૩.૫૭ લાખની છેતરપિંડી કરી છે.

Most Popular

To Top