Vadodara

બિપરજોય વાવાઝોડાના પગલે તંત્ર સાબદુ

વડોદરા: ગુજરાતમાં આગામી તા.16 દરમિયાન બિપરજોય વાવાઝોડું આવવાની દહેશતને કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે સાથે સાથે લોકોને વાવાઝોડા થી સતેજ રહેવા ચેતવણી આપવામાં આવી રહી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપકુમાર રાણાએ ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી જેમાં બિપરજોય વાવાઝોડા સામે તકેદારીના પગલાં ભરવા અંગે ચર્ચા વિચારણા કરી હતી અને વાવાઝોડા દરમિયાન થતા નુકસાનને અટકાવવા માટે પૂર્વ તૈયારી કરવા પણ સૂચના આપી હતી.

બિપરજોય વાવાઝોડા સામે તકેદારીના પગલાં ભરવાના ભાગરૂપે અને લોકોને સહાયતા મળી રહે તે માટે ફાયર બ્રિગેડના જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને સાથે સાથે એનડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે આ સાથે દરેક વોર્ડ ઓફિસ પણ ખુલ્લી રાખી લોકો તરફથી મળતી ફરિયાદોનો ઝડપી નિકાલ લાવવા તાકીદ કરી છે.

શહેર માંથી હોર્ડિંગ ઉતારાયાં
કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલન રાખી વાવાઝોડા દરમિયાન કામગીરી કરવા પણ જણાવ્યું છે ખાસ કરીને ફાયર બ્રિગેડના જવાનોને એલર્ટ રાખવામાં આવ્યા છે.કારેલીબાગ સહિત ના વિસ્તારોમાથી હોર્ડિંગ ઉતારી લેવાયા. શહેરના કારેલીબાગ વિસ્તાર માથી વિવિધ ઇલાકાઓ માંથી હોર્ડિંગ ઉતારતા ઈસમો ને 40 ફૂટ ઉંચે કોઈ શેફાટી ના સાઘનો વિના હોર્ડિંગ ઉતારતા જોવા મળ્યા હતા.

NDRFની વધુ ટીમો રવાના થઈ
સંભવિત વાવાઝોડા ના પગલે વડોદરાની એનડીઆરએફની ટીમ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પહોંચી છે જેમાં કચ્છમાં ચાર જામનગરમાં બે મોરબીમાં એક રાજકોટમાં ત્રણ દેવભૂમિ દ્વારકામાં ત્રણ પોરબંદર એક સોમનાથ વલસાડ અને જૂનાગઢમાં એક એક ટીમ એનડીઆરએફની પહોંચી છે તે મેં પહોંચતાની સાથે જ લોકોની મદદ શરૂ કરી દીધી હતી અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી

વાવાઝોડાના કારણે વિજલાઈનનો તાર તૂટીને પડ્યો : એકનું મોત
ડેસર તાલુકાના રાજનગર ગામે સિમેન્ટનું બંકર સાફ કરી જગદીશ ગોવિંદ સેલવા અને કલ્પેશ વાલજી સેલવા બહાર નીકળ્યા બાદ બંકરનું ઢાંકણું બંધ કરતા હતા ત્યારે અચાનક આવેલા વાવાઝોડાના કારણે ઉપરથી પસાર થતી વીજ લાઈનના તાર તૂટીને બંને પર પડતાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા જગદીશનું મોત નીપજ્યું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું.

Most Popular

To Top