Dakshin Gujarat Main

નેત્રંગ પંથકમાં હાડ થીજાવતી ઠંડી : તાપણા કરવા માટે લાકડાં મળવા મુશ્કેલ, એક મણ લાકડાંના ભાવમાં રૂ.150થી200નો વધારો

નેત્રંગ: નેત્રંગ (Netrang) પંથકમાં હાડ થીજાવતી કડકડતી ઠંડીને (winter) લઇ લોકો પરેશાન થઇ ગયા છે. ઠંડીથી રક્ષણ મેળવા માટે લોકો તાપણાનો સહારો લઇ રાહત અનુભવી રહ્યા છે. બીજી તરફ નેત્રંગ તાલુકા મથકે વનવિભાગની (Forest Department) કચેરીએથી વર્ષોથી લોકોને આપવામાં આવતા રાહત દરનાં લાકડાંનું (Wood) વેચાણ બંધ કરી દેવામાં આવતાં લાકડાંના પીઠાઓ (Wooden cakes) પર એક મણ જલાઉ લાકડાંનો ભાવ રૂ.150થી લઈ રૂ.200 સુધીનો ભાવ ગરીબ લોકોએ ચૂકવવા પડી રહ્યા છે.

ઠંડીની અસર ધંધા રોજગાર પર અસર જોવા મળી
નેત્રંગમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે વહેલી સવારે ધંધા-રોજગાર પણ ઓછા જોવા મળી રહ્યા છે. વાહનોની અવરજવર પણ ધીમી ગતિએ દેખાઇ છે. કડકડતી ઠંડીથી રક્ષણ મેળવા માટે લોકો તાપણાનો સહારો લઇ રહ્યા છે. તાપણાં માટે લાકડાં મળવા મુશ્કેલ છે. ત્યારે લોકો આમતેમ વાડો તેમજ અન્ય જગ્યાએથી માંડ માંડ લાકડાં એકત્ર કરી તાપણાં કરે છે.

લાકડાંનો ભાવ રૂ.૧૫૦થી ૨૦૦ સુધી વધ્યો
નેત્રંગ ટાઉન સહિત તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર જંગલ વિસ્તારમાં આવેલો હોઇ ત્યારે વનવિભાગ થકી વર્ષો પહેલાં નેત્રંગ ડેપો પરથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે રોજિંદા વપરાશથી લઇ શુભપ્રસંગો તેમજ અશુભ પ્રસંગોએ રાહત દરનાં લાકડાંનું વેચાણ માત્ર એક મણના રૂ.૨૦ના ભાવથી મળતા હતા. જે છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારે જલાઉ લાકડાંની અછતના બહાના હેઠળ બંધ કરી દીધું છે. જ્યારે જલાઉ લાકડાના ઢગલા ખાનગી વેપારીઓના પીઠાઓ પર ભરપૂર જોવા મળી રહ્યા છે. ત્યારે લાકડાનો વેપાર કરતા ખાનગી વેપારીઓના પીઠાઓ પર હાલમાં રૂ.20માં મળતાં એક મણ લાકડાંનો ભાવ રૂ.૧૫૦થી ૨૦૦ થતાં ગરીબ લોકોએ નાછૂટકે મજબૂરીમાં ચૂકવવા પડી રહ્યા છે.

Most Popular

To Top