Madhya Gujarat

આણંદ માં કોરોના સામે સુરક્ષા માટે સાડા ચાર હજાર વરિષ્ઠે બુસ્ટર ડોઝ લીધો

આણંદ : આણંદ જિલ્લામાં કોરોના રક્ષણ સામે બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇ વર્કર તથા 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ સાડા ચાર હજાર વરિષ્ઠો મળી કુલ 6522 વ્યક્તિએ બુસ્ટર ડોઝ લીધો હતો. આ અંગે ડો. એમ. ટી. છારીએ જણાવ્યું હતું કે,  પ્રીકોશન (બુસ્ટર) ડોઝ લેવા માટે હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 60  વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સોમવારના રોજ બપોરના 4 વાગ્યા સુધીમાં 1642 હેલ્થ વર્કર 664 ફ્રન્ટલાઇન વર્કર તથા 4216 જેટલા 60 વર્ષથી વધુ ઉંમરની વ્યાક્તિઓ મળી કુલ-6522 વ્યક્તિઓએ પ્રીકોશન (બુસ્ટર) ડોઝ મુકાવ્યો હતો. આણંદ જિલ્લામાં વધતા જતા કોરોનાને નાથવા સોમવારથી હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની પ્રિકોશન (બુસ્ટમર) ડોઝ આપવાનો પ્રારંભ  કરવામાં આવ્યો હતો. જે અતર્ગત જિલ્લામાં હેલ્થકેર વર્કર ફ્રન્ટલાઇન વર્કર અને જેટલા 60 વર્ષથી ઉપરના કોમોર્બીડીટી (ગંભીર પ્રકારની) રોગ ધરાવતા વ્યક્તિઓ મળી 31,351 વ્યક્તિઓને ક્રમાનુસાર બુસ્ટરર ડોઝ આપવાનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. 

આણંદ જિલ્લામાં સોમવારથી પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનો પ્રારંભ કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. ટી. છારીની રાહબરી હેઠળ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લામાં 13,528 હેલ્થકેર વર્કર, 15,752 ફ્રન્ટલાઇન વર્કર અને 12,477 જેટલા 60 વર્ષથી ઉપરના કોમોર્બીડીટી (ગંભીર પ્રકારની) રોગ ધરાવતા વ્યક્તિઓ મળી કુલ-31,351 વ્યક્તિઓને ક્રમાનુસાર બુસ્ટર ડોઝ આપવાનું જિલ્લા આરોગ્યં તંત્ર  દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.  આ અંગેની વિગતો આપતાં મુખ્ય જિલ્લા આરોગ્યા અધિકારી ડો. એમ. ટી. છારીએ જણાવ્યું હતું કે,  આ રસી લેવાથી વ્યક્તિના શરીરમાં કોરોના વિરોધી એન્ટીબોડીઝનું સ્તર ઊંચુ આવશે અને કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે. જે વ્યક્તિઓએ કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો હોય અને 9 માસ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિઓ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લઈ શકે છે. આણંદ જિલ્લામાં બુધવારના રોજ 98 કેસ કોરોના પોઝીટીવ આવ્યાં હતાં. જ્યારે 6706એ રસી લીધી હતી. જોકે, ઓમીક્રોનનો કેસ નોંધાયો નહતો.

Most Popular

To Top