Madhya Gujarat

મહીસાગરમાં જમીનના રીસર્વેમાં અસંખ્ય ભુલો

મલેકપુર : મહીસાગર જિલ્લાના કિસાન સંઘના કાર્યકર્તા દ્વારા રીસર્વેના છબરડાં સહિત ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નોને લઈને કડાણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ કિસાન સંઘના કાર્યકર્તાઓ દ્વારા કિસાનોને લગતા વિવિધ પ્રશ્નો જેમ કે જમીન રી સર્વે રેકોર્ડમા થયેલી અસંખ્ય ભુલોના કારણે ફરી જમીન રી સર્વે કરવી તેમજ કાંટાવાળી તારાની વાડની 5 હેક્ટરની મર્યાદા દુર કરી અને 1 હેક્ટર કરવી, યુરિયા ડી.એ.પી.અને ડિઝલના થયેલા તોતીગ ભાવ વધારા સામે ખેડુતોને સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં અનાજના ભાવ ન મળતા તેમજ ખેતીવાડીના ઓજારો પરના જીએસટી સંપુર્ણ નાબુદ કરવા સહિતના ખેડુતોના અનેક પડતર પ્રશ્નોને લઈને મંગળવારે મહીસાગર જિલ્લાના કિસાન સંઘના કાર્યકર્તાઓ દ્વારા સુત્રોચ્ચાર કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આમ કોરોના વાયરસની મહામારીને ખાસ ધ્યાન રાખી નિયમોનું પાલન કરી ભારતી કીસાન સંઘના મહીસાગર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top