Business

સુરતમાં 1000 લગ્ન કેન્સલ: મહેમાનોની સંખ્યા પર કાપ મૂકાતા અનેક નવયુગલના સપનાં રોળાયાં, વેડિંગ ઈન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન

સુરત : (Surat) રાજકીય પક્ષોના તાયફાઓ અને મેળાવડાઓને લીધે ગુજરાતમાં (Gujarat) કોરોનાનાં (Corona) કેસો વધતા રાજ્ય સરકાર લગ્નો (Wedding) માટે 400 મહેમાનોની (Guest) સંખ્યા ઘટાડી 150 કરતાં મોટી સંખ્યમાં પાર્ટી પ્લોટમાં (Party Plot) યોજાનારા લગ્નો રદ (Cancelled) કરવામાં આવ્યાં છે. પાર્ટી પ્લોટ અને પંચતારક હોટેલોના ગ્રાઉન્ડમાં (Ground) યોજાનારા લગ્નો રદ થતા વેડિંગ ઇન્ડસ્ટ્રીને (Wedding Industry) સતત બીજા વર્ષે કરોડોનું નુકશાન (Loss) થયું છે.

  • શનિવાર અને રવિવારે જ સુરતમાં 2000 લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી 50 ટકા લગ્ન સમારોહ રદ કરી દેવાયા
  • બે જ દિવસમાં સુરતની વેડિંગ ઇન્ડસ્ટ્રી ને 100 કરોડથી વધુનું નુકશાન થયું છે
  • મંડપ ડેકોરેટર્સથી કેટરર્સ અને બગીથી બેન્ડ વાજાવાળા સુધીના લોકોની સિઝન બગડશે
  • બુકીંગ કરાવનારાઓને કઈ ખાસ નુકશાન થયું નથી. આયોજકોને મોટું નુકસાન થયું છે

રાજ્ય સરકારે મંગળવારે જાહેર કરેલી નવી ગાઈડલાઈનને (Guideline) લીધે ઈવેન્ટ મેનેજરો (Event Managers) અને જેમને ત્યાં લગ્નો હતા તેઓ દોડતા થઈ ગયા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની લગ્નસરાની સિઝનમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 10,000 થી 12,000 નાના મોટા લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી પ્લોટ અને મંડપ ડેકોરેટર્સ દ્વારા લાખોના ખર્ચ કરી ભવ્ય સાજસજ્જા સાથેના સેટ ઉભા કરવામાં આવ્યા હતા. કમુરતા પુરા થતા ચાલુ સપ્તાહે શનિવાર અને રવિવારે જ સુરતમાં 2000 લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી 50 ટકા લગ્ન સમારોહ રદ કરી દેવાયા છે. અને હજી બીજા રદ થઈ શકે છે. તા .૧૭ થી ૨૨ જાન્યુઆરી દરમ્યાન યોજાનારા લગ્નો રદ થતા સુરતની વેડિંગ ઇન્ડસ્ટ્રી ને 100 કરોડથી વધુનું નુકશાન થયું છે.

મંડપ ડેકોરેટર્સથી કેટરર્સ અને બગીથી બેન્ડ વાજાવાળા સુધીના લોકોની સિઝન બગડશે
સુરત મંડપ ડેકોરેટર્સ એસોસિએશનના પ્રમુખ ઓજસ પટેલે જણાવ્યું હતું કે, સરકારે મહેમાનનો ની સંખ્યા 150 જ કરી દેતા મોટા ભાગના લગ્ન સમારોહના ઓર્ડર રદ થયા છે. સુરતમાં કોરોના વિસ્ફોટથી ઘણા પરિવારો ડરી ગયા છે. તે પણ એક કારણ છે. રાત્રિ કર્ફ્યુનો સમય ઘટતા રાતનું રિશેપ્શન આટલા ટૂંકા સમયમાં શક્ય નથી. મંડપ ડેકોરેટર્સથી કેટરર્સ અને બગીથી બેન્ડ વાજાવાળા સુધીના લોકોની સિઝન બગડશે. જે પરિવારો 150 લોકોની સંખ્યામાં લગ્નો યોજવા માગે છે તેમણે વેન્યુ બદલી નાખ્યાં છે. કોરોનાના અનુભવને દયાને રાખી લોકોએ 25-50 હજાર એડવાન્સ આપી બુકીંગ કરાવ્યું હતું. તેથી બુકીંગ કરાવનારાઓને કઈ ખાસ નુકશાન થયું નથી. આયોજકોને મોટું નુકસાન થયું છે.

Baabul Baugh Party Plot, Thaltej - Banquet Halls in Ahmedabad - Justdial

સુરતમાં 150 પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં આયોજિત લગ્નો રદ થયા : નરેન્દ્ર સાબુ
સુરત પાર્ટી પ્લોટ ઓનર્સ એસોસિએશનના અગ્રણી નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, સુરતમાં આવેલા 150 પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં આયોજિત કરવામાં આવેલા લગ્ન સમારોહ રદ થઈ ગયા છે. જેમને ત્યાં લગ્ન થવાના છે તેવા પરિવારો 150 લોકો માટે વિશાળ પાર્ટી પ્લોટ અને ભવ્ય સેટ, સ્ટેજ, સુશોભનનો લાખોનો ખર્ચો કરવા માંગતા નથી, સુરતમાં આયોજિત રાજસ્થાની સમાજના મોટા ભાગના લગ્નો રદ થઈ ગયા છે. કારણકે રાજસ્થાનથી જાનમાં એટલા લોકો આવે છે. જેટલી સરકારે સંખ્યા નક્કી જારી છે. કોરોનાનો કહેર જોતા આ સિઝન નિષ્ફળ રેહશે.

2 લાખ ઉદ્યમીઓ 6 મહિનાથી લગ્નસરાની સિઝનની તૈયારીઓ કરી રહ્યાં હતાં :અજય આહુજા
સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિએશનના અગ્રણી અને કૈલાશ કેટરર્સના માલિક અજય આહુજાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીની લગ્નની સિઝનમાં 10,000થી 12,000 લગ્નો યોજાવાના હતાં. 2 લાખ લોકો આ લગ્નો પાર પાડવા માટે 6 મહિનાથી આગોતરું આયોજન કરતા હતાં. તેમની મહેનત માથે પડશે.સતત બીજા વર્ષે વેડિંગ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થશે. સ્થિતિ 2020-21 જેવી ગંભીર નથી તે જોતા સોશિયલ ડિસ્ટન્સ સાથે 400 મહેમાનોની હાજરીમાં લગ્નો શક્ય છે. લોકોએ આમંત્રણ પત્રિકાઓ પણ વહેચી દીધી છે. જેવું સરકારે 150 મહેમાનોનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું એકજ દિવસમાં 50 ટકા લગ્નો રદ થઈ ગયા હતા. કેટરર્સને આ નિર્ણયથી મોટું નુકસાન થશે કારણકે ઘણી સામગ્રી તૈયારીઓનાં ભાગ સ્વરૂપે એડવાન્સમાં ખરીદવામાં આવી હતી.

500થી 1500 લોકોને આમંત્રણ આપ્યું હવે 150 માટે કોને ના પાડીએ : અનેક પરિવારોની મૂંઝવણ
શનિવાર અને રવિવારે પાર્ટી પ્લોટમાં યોજાનારા લગ્નો માટે 500 થી 1500 મહેમાનોને લગ્નની આમંત્રણ પત્રિકા વહેંચી દેવાઈ છે. હવે સરકારના પરિપત્ર મુજબ 150 લોકો જ હાજર રહી શકે છે. હવે કોને ના પાડવી તે મોટી મૂંઝવણ ઉભી થઇ છે. ઘણાએ વર્તમાન પરિસ્થિતિનું કારણ આપી વ્હોટ્સએપ અને એસએમએસથી ભવ્ય લગ્ન સમારોહ રદ થયાંની દિલગીરી સાથે જાણ કરી છે.150ની સંખ્યા થતા ઘણા લગ્નો પાર્ટી પ્લોટથી બેંકવેટ, રેસ્ટોરન્ટ, અને શેરી મોહલ્લામાં શિફ્ટ થયા છે. જે સંયુક્ત પરિવારોમાં કુંટુંબીજનોની સંખ્યા વધુ છે તેમણે કોને બોલાવવા કોને ન બોલાવવા એવી મૂંઝવણ ઉભી થઇ છે.

આ લોકોની સતત બીજા વર્ષે સિઝન બગડી
પાર્ટી પ્લોટ સંચાલક, કેટરર્સ, લાઇટિંગવાળા, બેન્ડ-વાજાવાળા, ડીજે વાળા, ફૂલ વાળા, ઓરકેસ્ટ્રાવાળા, બગીવાળા, સિક્યોરિટીવાળા, વેલે- પાર્કિંગવાળા.

Most Popular

To Top