Top News

શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર: નાણા અને વિદેશ મંત્રી સહિત ચાર નવા પ્રધાનોએ શપથ લીધા

શ્રીલંકા: શ્રીલંકા(Sri Lanka)માં દાયકાઓનું સૌથી મોટું આર્થિક સંકટ(Crisis) ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિનાં પગલે લોકોમાં રોષ છે. લોકોએ ગુસ્સામાં ગુરુવારે મોડી રાત્રે કોલંબોમાં રાષ્ટ્રપતિ(President) ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતી અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠી ચાર્જ કરી પાણીની તોપનો મારો ચલાવ્યો હતો. જેનાં પગલે અનેક લોકો ઘાયલ થયા હતા. જેના પગલે આ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. પોલીસનાં દમનથી રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ બસ અને જીપને આગ ચાંપી દીધી હતી.

રાજપક્ષેના મંત્રીમંડળના સામુહિક રાજીનામાં
આ બાદ રાષ્ટ્રપતિ(President) ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સી(Emergency) લાગુ કરવામાં આવી હતી. જો કે હવે આ સંકટ વચ્ચે શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર બનાવવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તમામ પક્ષોને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. ગોટાબાયા રાજપક્ષેએ તમામ પક્ષોને મંત્રાલયમાં જોડાવા અને દેશમાં સંકટનો ઉકેલ શોધવાની અપીલ કરી છે. વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેની કેબિનેટના તમામ 26 મંત્રીઓના રાજીનામા બાદ શ્રીલંકામાં સંકટ વધુ ઘેરી બન્યું છે. જોકે, વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે રાજીનામું આપ્યું ન હતું.

શિક્ષણમંત્રી અને ગૃહના નેતા દિનેશ ગુણવર્ધને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહિંદા રાજપક્ષેને બાદ કરતાં 26 કેબિનેટ મંત્રીએ તેમનાં પદ પરથી રાજીનામાં આપી દીધા છે. આ રાજીનામાં વડાપ્રધાન મહિંદાને સોંપવામાં આવ્યાં છે. જોકે તેમણે કેબિનેટના સામૂહિક રાજીનામાં વિશે કોઈ કારણ જણાવ્યું નથી. શિક્ષણમંત્રી દિનેશ ગુણવર્ધને જણાવ્યું હતું કે અમે દેશની સ્થિતિ વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. ઈંધણ અને વીજળી સંકટનું સમાધાન નીકળે એવા સંજોગો છે. લોકોમાં સરકાર દેશની આર્થિક સ્થિતિ સંભાળી ના શકી એ માટે ખૂબ આક્રોશ છે.

રાષ્ટ્રીય હિતમાં સાથે મળીને કામ કરવું જોઈએ: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ કહ્યું, “શ્રીલંકામાં વર્તમાન સંકટ ઘણા આર્થિક અને વૈશ્વિક પરિબળોને કારણે છે. આ દેશ એશિયાના અગ્રણી લોકશાહી દેશોમાંનો એક છે. આ મુદ્દાને લોકતાંત્રિક રીતે ઉકેલવાની જરૂર છે. આપણે નાગરિકો અને આવનારી પેઢીઓના હિત માટે રાષ્ટ્રીય હિતમાં સાથે મળીને કામ કરવું જોઈએ. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સંસદમાં મંત્રી પદ માટે આમંત્રિત કર્યા છે અને રાષ્ટ્રીય કટોકટીનો ઉકેલ શોધવા માટે સાથે મળીને કામ કરો,

શ્રીલંકાના વિપક્ષે પીએમ મોદીને કરી અપીલ
તેમણે કહ્યું કે વર્તમાન સંકટ આર્થિક અને વૈશ્વિક કારણોસર ઉભું થયું છે. ભાવિ પેઢી અને રાષ્ટ્રના હિત માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમણે સરકારમાં મંત્રી પદ માટે તમામ પક્ષના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે. શ્રીલંકાના વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદની અપીલ કરી છે. તેણે કહ્યું, બને એટલી મદદ કરો. આ આપણી માતૃભૂમિ છે. તેને બચાવવામાં અમારી મદદ કરો. તેમણે કહ્યું કે, ચૂંટણીના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, અમે દરેક વસ્તુ માટે તૈયાર છીએ.

ચાર નવા મંત્રીઓએ શપથ લીધા
શ્રીલંકામાં કટોકટી અને કેબિનેટના સામૂહિક રાજીનામા બાદ સોમવારે ચાર નવા મંત્રીઓએ શપથ લીધા. જેમાં નાણામંત્રીથી લઈને વિદેશ મંત્રી સુધીનો સમાવેશ થાય છે. અલી સાબરીએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સમક્ષ નાણાં પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમને બેસિલ રાજપક્ષેની જગ્યાએ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. જીએલ પીરીસ નવા વિદેશ મંત્રી હશે. દિનેશ ગુણવર્દનેને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે જોનસન ફર્નાન્ડો હાઈવે મંત્રાલય સંભાળશે.

સેન્ટ્રલ બેંકના ગવર્નરે રાજીનામું આપ્યું
શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર અજીત નિવાર્ડ કેબ્રાલે સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું. લગભગ સાત મહિના પહેલા પદ સંભાળનાર 67 વર્ષીય કેબ્રાલે ટ્વીટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. અજિત નિવાર્ડ કેબ્રાલે જણાવ્યું હતું કે તમામ કેબિનેટ મંત્રીઓના રાજીનામાના સંદર્ભમાં તેમણે પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. “તમામ કેબિનેટ મંત્રીઓના રાજીનામાના સંદર્ભમાં, મેં આજે ગવર્નર, સેન્ટ્રલ બેંક, શ્રીલંકાના પદેથી મારું રાજીનામું રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને સુપરત કર્યું છે,” કેબ્રાલે ટ્વિટ કર્યું.

36-કલાકનો કર્ફ્યુ પૂર્ણ થયો, જાહેર પરિવહન સામાન્ય સેવાઓ ફરી શરૂ
શ્રીલંકામાં રાજકીય અશાંતિના પગલે લાદવામાં આવેલ 36 કલાકનો કર્ફ્યુ સોમવારે હટાવી લેવામાં આવ્યો હતો, જેમાં જાહેર પરિવહન સામાન્ય સેવાઓ ફરી શરૂ થઈ હતી. એક અહેવાલ મુજબ, શનિવારે સરકાર દ્વારા લાદવામાં આવેલ ટાપુવ્યાપી કર્ફ્યુ હટાવ્યા બાદ ટ્રેન, શ્રીલંકા ટ્રાન્સપોર્ટ બોર્ડ (SLTB) અને ખાનગી બસો સહિત તમામ જાહેર પરિવહન સવારે 6 વાગ્યાથી તેમની સેવાઓ ફરી શરૂ કરી હતી. રેલ્વેના ડેપ્યુટી જનરલ મેનેજર ગામિની સેનેવિરત્નેએ જણાવ્યું હતું કે તમામ ઓફિસ ટ્રેનો રાબેતા મુજબ પાટા પર આવી ગઈ હતી, પરંતુ લાંબા અંતરની ટ્રેનો એક કલાક મોડી પડી હતી. જ્યારે એસએલટીબીએ જણાવ્યું હતું કે તેમની બસો નિર્ધારિત સમયપત્રક મુજબ કાર્યરત છે, ખાનગી બસ માલિકોએ જણાવ્યું હતું કે હાલના કાફલામાંથી માત્ર 15 ટકા જ સેવા ફરી શરૂ કરી છે.

Most Popular

To Top