SURAT

સચિનમાં માતાએ બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવ્યું

સુરત(Surat): સચિનના (Sachin) પાલી ગામમાં એક મહિલાએ (Women) પોતાના બે માસુમ બાળકોને (Kids) દૂધમાં (Milk) ઝેર (Poison) પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવતા ત્રણેય ને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્રણેયની હાલત ગંભીર છે. તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

પાડોસીઓ પાસેથી જાણવા મળેલી વિગત અનુસાર આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાનું નામ અનુ રાવત (ઉં.વ. 25) છે. તે પાલી ગામમાં રહે છે. મિલમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અનુએ બે લગ્ન કર્યા છે. પહેલાં પતિથી તેને બે બાળકો પુત્ર અંકુશ (ઉં.વ.7) અને દિકરી આંશિકા (ઉં.વ.2) છે.

બીજો પતિ પણ સાથે રહેતો નથી. તેથી અનુ બંન્ને બાળકોને સાથે લઈને જ કામ પર જાય છે. અંકુશ વતન બિહારમાં અભ્યાસ કરતો હતો. જોકે આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે બાળકોના અભ્યાસ માટે વતન પૈસા નહીં મોકલાવી શકતા અનુ પુત્રને સુરત લઈ આવી હતી.

પાડોશીઓએ વધુમાં જણાવ્યુ હતું કે અનુના બન્ને બાળકો પહેલા પતિના છે. જોકે કોઈ કારણસર બંન્ને વચ્ચે છૂટાછેડા થઈ જતા અનુ એ દિપક નામના યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. જોકે હાલ અનુ દિપકથી પણ અલગ રહે છે.

દરમિયાન મંગળવારે રાતે કામ પરથી બાળકો સાથે ઘરે આવ્યા બાદ અનુએ દૂધમાં ઝેરી દવા નાંખી બન્ને બાળકોને પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધું હતું. આ અંગેની જાણ થતા પાડોશીઓ દોડી ગયા હતા અને તાત્કાલિક 108ની મદદથી ત્રણેય ને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલે છે.

અનનું રાવત (પીડિતા) એ જણાવ્યું હતું કે પહેલા પતિનું ત્રણ વર્ષ પહેલાં કેન્સરમાં મૃત્યુ થયું હતું. બંન્ને બાળકો સાથે જિંદગી જીવવી અઘરી હતી. એક વર્ષ પહેલા સંદીપ સાથે બીજા લગ્ન કર્યા ત્યાર બાદ થોડા સમયમાં જ સંદીપ પણ વતન ગયા બાદ પાછો આવ્યો ન હતો. બંન્ને બાળકો સાથે મિલમાં કામ કરું છું છતાં બાળકોનું ભરણ-પોષણ કરવું અઘરું થઈ ગયું હતું.

મંગળવારની રાત્રે જીવનથી હતાશ થઈ માનસિક તણાવમાં આપઘાત કરવાના ઈરાદે ઝેર પીધું હતું. અનુએ વધુમાં કહ્યું કે માતા-પિતા એ પણ દુઃખના સમયમાં સાથ છોડી દીધો છે. બોલવાનું બંધ કરી દીધું છે.

Most Popular

To Top