Dakshin Gujarat

મઢી વાત્સલ્યધામ આશ્રમશાળામાં ભૂવાને બોલાવી વિદ્યાર્થિનીઓને દોરાધાગા બાંધવામાં આવ્યા!

બારડોલી : બારડોલી તાલુકાના મઢી નજીક આવેલા વાત્સલ્યધામ આશ્રમશાળામાં ભૂવાને બોલાવી વિદ્યાર્થિનીઓ માટે દોરાધાગા કરાવ્યા હોવાની વાતથી વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. સમગ્ર ઘટનામાં આશ્રમ શાળાના સંચાલકો, કર્મચારીઓ અને વિદ્યાર્થિનીઓનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં. જેમાં મહાશિવરાત્રિ નિમિત્તે કરવામાં આવેલી પૂજા દરમિયાન દોરા બાંધવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

  • થોડા દિવસ પૂર્વ એક વિદ્યાર્થિનીની તબિયત બગાડતાં ભૂવાને બોલાવી દોરાધાગા કરાવ્યા હતા
  • આશ્રમશાળાનાં આચાર્યા, ગૃહમાતા, સંચાલકો અને વિદ્યાર્થિનીઓનાં નિવેદન લેવાયાં
  • અન્ય વિદ્યાર્થીઓને પણ દોરાધાગા બાંધ્યા

સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, સુરત જિલ્લાના મઢી નજીક આવેલા વાત્સલ્યધામમાં ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં થોડા દિવસ પૂર્વ એક વિદ્યાર્થિનીની તબિયત બગાડતાં ભૂવાને બોલાવી દોરાધાગા કરાવ્યા હતા અને અન્ય વિદ્યાર્થિનીઓને પણ આ દોરા બાંધ્યા હોવાની હકીકત સામે આવી હતી. આશ્રમશાળામાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિ થઈ હોય વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. શુક્રવારે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વાત્સલ્યધામ આશ્રમશાળામાં પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

એક વિદ્યાર્થિની બિમાર હોવાથી તેણે અચાનક બૂમાબૂમ કરતાં અન્ય વિદ્યાર્થિનીઓ પણ ડરી ગઈ હતી. આથી ગૃહમાતાએ ત્યાં હાજર એક કર્મચારી પાસે હાથમાં દોરા બંધાવ્યા હતા અને પીંછી પણ નાંખી હોવાની વાતો વહેતી થઈ હતી. જો કે, તપાસ અર્થે આવેલાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી અનીતાબેન નાયકે જણાવ્યુ હતું કે, સમગ્ર મામલે આશ્રમશાળાનાં આચાર્યા, ગૃહમાતા, સંચાલકો અને વિદ્યાર્થિનીઓનાં નિવેદન લેવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ હોવાથી મંદિરમાં પૂજા બાદ તમામને લાલ દોરા બાંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અમે રિપોર્ટ તૈયારી કરી આદિજાતિ વિકાસ કમિશનર ગુજરાત રાજ્યને મોકલી આપીશું.

મહુવાના પ્રખ્યાત ગોળીગરના મેળા માટે નવસારી બસ ડેપોથી 40 બસો દોડાવાશે
નવસારી : મહુવા તાલુકામાં દર વર્ષે હોળી પૂર્વે ગોળીગરનો મેળો ભરાય છે. જે મેળામાં વિવિધ જિલ્લાઓમાંથી લોકો એસ.ટી. બસ, રીક્ષા અને ખાનગી વાહનો મારફતે જતા હોય છે. જે ગોળીગર મેળામાં લોકોનો ભારે મેળાવડો જામતો હોય છે. ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા પણ આ મેળામાં જવા માટે વધારાની ટ્રીપો દોડાવવામાં આવતી હોય છે.

આગામી 5મી માર્ચે ગોળીગરનો મેળો યોજવા જઈ રહ્યો છે. જે મેળામાં લોકોને દર્શનાર્થે જવા માટે મુશ્કેલી ન પડે તે માટે વલસાડ એસ.ટી વિભાગ દ્વારા નવસારી બસ ડેપોથી વધારાની 40 એસ.ટી બસો એકસપ્રેસ ભાડાથી દોડાવાનું આયોજન એસ.ટી.વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેનો લાભ નવસારીના મુસાફરને લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top