Madhya Gujarat

દાહોદમાં ગ્રામીણ અશિક્ષિત મહિલાઓ દ્વારા પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવા માટે પડાપડી

દાહોદ તા.૧૬
દાહોદ શહેરમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે આસપાસની ગ્રામીણ અશિક્ષિત મહિલાઓ દ્વારા પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવામાં માટે પડાપડી થઈ રહી છે. સવારથી સાંજ સુધી પોસ્ટ ઓફિસની અંદરથી લઈ બહાર સુધી લાંબી લાઈનો જાેવા મળી રહી છે ત્યારે જાણવા મળ્યાં અનુસાર, પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવા આવતી અશિક્ષિત મહિલાઓને સરકારી લાભો મળશે તેવી વાતો સાથે ખાતુ ખોલવવા માટે લાંબી લાઈનો જાેવા મળી રહી છે ત્યારે બીજી તરફ આ મામલે કોઈ પ્રકારની કોઈ અધિકારી અથવા તો સત્તાધિશો દ્વારા કોઈ ચોખવટ કરવામાં આવી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે તેમાંય દાહોદ ટ્રાયબલ વિસ્તારમાં સરકાર દ્વારા લાખ્ખો, કરોડોની ગ્રાન્ટો વિકાસના નામે ઠેલવાવમાં પણ આવી છે ત્યારે બીજી તરફ સરકારી યોજનાઓના લાભોથી પણ દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈ,બહેનો અજાણ હોવાનું જાેવાય રહ્યું છે. દાહોદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર છેલ્લા કેટલાંય દિવસોથી અશિક્ષિત મહિલાઓની પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલવવા માટે લાંબી કતારો જાેવા મળી રહી છે. ખાતુ ખોલવવા આવેલ અશિક્ષિત મહિલાઓના જણાવ્યાં અનુસાર, પોત પોતાના ફળિયા, વિસ્તારની મહિલાઓ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલવવા આવતી હોવાથી પોતે પણ ખાતુ ખોલવવા આવી રહી છે. સરકાર દ્વારા યોજનાના નાણાં ખાતામાં જમા થશે અને પોતાને સરકારી લાભો મળશે તેવા હેતુસર પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલવવા આવી રહી છે.

Most Popular

To Top