Columns

દેવઊઠી અગિયારસ અને તુલસીવિવાહનું મહત્ત્વ

કારતક સુદ પક્ષની અગિયારસને ‘દેવઊઠી અગિયારસ’ કહે છે. વર્ષ ૨૦૨૨ માં આ અગિયારસ તા. ૪ નવેમ્બર ૨૦૨૨ ને શુક્રવારે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઊંઘમાંથી જાગશે અને મંગલ કાર્યોને શરૂ કરવાની અનુમતિ આપે છે. આ તિથિના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની સાથે જ ‘તુલસી’ની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિવાહ-લગ્નનાં કાર્યો માટેના નિર્ણયોની શરૂઆત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ મેળવવા માટે નીચેના ઉપાયો કરવા જરૂરી છે.

અગિયારસના દિવસે તુલસીના છોડની ચારો તરફ સ્તંભ બનાવવા. ત્યાર બાદ તેના ઉપર તોરણ સજાવવું. રંગોળીથી અષ્ટદલ કમળ બનાવવું. શંખ, ચક્ર અને ગાયના પગ બનાવવા. તુલસીની સાથે આંબળાનો છોડ પણ કુંડામાં રાખવો. તુલસીજીનું પંચોપચાર સર્વાંગ પૂજન કરવું. દશાક્ષરી મંત્રથી તુલસી માતાજીનું આહ્‌વાન કરવું. તુલસીનો દક્ષાક્ષરી મંત્ર: ‘શ્રીં હ્રીં કલીં એં વૃન્દાવન્યૈ સ્વાહા’. ઘીનો દીવો અને ધૂપ દેખાડવો. સિંદૂર, કંકુ, ચંદન અને નૈવેદ્ય ચઢાવવું. તુલસીને વસ્ત્ર અલંકારથી સુશોભિત કરવાં. પછી ‘લક્ષ્મી અષ્ટોત્ર’ કે ‘દામોદર અષ્ટોત્ર’નો પાઠ વાંચવો.

તુલસીની ચારે તરફ દીપદાન કરવું. અગિયારસના દિવસે શ્રીહરિને તુલસી ચઢાવવાનું ફળ ૧૦,૦૦૦ ગાયના દાન સમાન માનવામાં આવે છે. જે દંપતીઓના ઘરમાં સંતાન ના હોય, તેઓએ ‘તુલસી નામાષ્ટક’ વાંચવું. તુલસી નામાષ્ટકનો પાઠ નિત્ય કરવાથી – ફકત શીઘ્ર વિવાહ જ થાય છે એવું નથી પરંતુ ના બોલતાં, અલગ થઇ ગયેલા…. છોડી દીધેલા – સંબંધીઓ પણ નજીક આવે છે! નવા ઘરમાં તુલસીનો છોડ, શ્રી હરિ નારાયણનો ફોટો કે મૂર્તિ અને પાણીથી ભરેલો કળશ લઇને પ્રવેશ કરવાથી નવા ઘરમાં સંપત્તિની કમી / ઊણપ રહેતી નથી. નોકરી મેળવવા માટે તેમ જ ધંધો વધારવા માટે ગુરુવારે શ્યામા તુલસીનો છોડ પીળાં કપડામાં બાંધીને, ઓફિસ કે દુકાનમાં રાખવો. આ ઉપાય કરવાથી વેપાર વધશે અને રોજગારમાં પ્રમોશન થશે.

દિવ્ય તુસલી મંત્ર
દેવી ત્વં નિર્મિતા પૂર્વમર્‌ચિતાસિ મુનીશ્વરે: I
નમો નમસ્તે તુલસી પાપમ્‌ હર હરિપ્રિયે II
ૐ શ્રી તુલસ્યૈ વિદ્મહે I
વિષ્ણુ પ્રિયાયે ધીમહિ I
તન્નો વૃન્દા પ્રચોદયાત્‌ II
ધર્મ્યા ધર્માનના દેવી દેવીદેવમન: પ્રિયા II
લભતે સુતરાં ભકિતમન્તે વિષ્ણુપદં લભેત્‌ I
તુલસી ભૂર્મહાલક્ષ્મી: પદ્મિની શ્રીર્હરિ પ્રિયા I
તુલસીજીની ૧૨ વખત પરિક્રમા કરવી.

Most Popular

To Top